વિશ્વ રક્તદાન દિવસ વિશ્વભરમાં
સ્વેચ્છાએ રક્ત કરતા વ્યક્તિઓનો આભાર માનવા માટે ઉજવવામાં આવે છે.વિશ્વ રક્તદાન
દિવસ દર વર્ષે ૧૪ જુનના રોજ ઉજવાય છે. રક્તદાન કરનાર વ્યક્તિની ઉંમર ૧૮ થી ૬૦
વર્ષની હોવી જરૂરી છે.૨૦૦૭માં આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવેલ છે. જે એબીઓ રક્તસમૂહ પ્રણાલીના શોધક કે જે ૧૯૩૦માં નોબેલ
પારિતોષિક એનાયત કરવામાં આવ્યું અને કાર્લ લેન્ડસ્ટેઇનરના જન્મ દિવસ હોવાથી તેની
યાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા આ દિવસ ની ઉજવણી
માટે વિચાર હાથ ધરેલ છે. વિશ્વ
રક્તદાન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ રક્તાધાન માટે સુરક્ષિત રક્ત મેળવવાનો છે.
વિશ્વ રક્તદાન દિવસ આઠ સત્તાવાર વૈશ્વિક જાહેર
આરોગ્ય એક ઝુંબેશ દ્વારા ચિહ્નિત થયેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે વિશ્વ
આરોગ્ય દિવસ, વિશ્વ ક્ષય દિન, વિશ્વ
ઇમ્યુનાઇઝેશન(રસી) અઠવાડિયું, વિશ્વ મલેરિયા દિવસ, વિશ્વ તમાકુ દિવસ, વિશ્વ હીપેટાઇટિસ દિવસ અને વિશ્વ એડ્સ દિવસ છે. મિશ્રિત
રક્ત અને રક્ત ઉત્પાદકો દર વર્ષે લાખો જીવ બચવા મદદ કરે છે.WBDD
૨૦૧૪ અભિયાનનું ધ્યાન “માતાઓ ને બચાવા માટે સુરક્ષિત રક્ત” હતું.રક્તદાન કરવાથી કોઈ વ્યક્તિનો મોતના મુખમાંથી નવું જીવન આપી
શકાય છે.રક્તદાન કરવાથી કેન્સર જેવી ભયાનક બીમારીનું જોખમ ઓછુ હોય છે. રક્તદાન
દ્વારા કોઈ પણ વ્યક્તિને નવું જીવન આપી શકાય છે.Source Credits: Wikipedia
No comments:
Post a comment