Thursday, 30 June 2016

ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું નગર કયું છે?

      સિડની ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું અને સૌથી જુનું શહેર છે. ન્યુ સાઉથ વેલ્સનું સૌથી સુંદર શહેર તરીકે જાણીતું અને આ શહેર આધુનિક વાસ્તુકલા અને શહેરી વિકાસનું પ્રતિક છે. આ શહેર મરે - ડાર્લિંગ બેસીન તરીકે ઓળખાતું સૌથી સુંદર નગર છે. મરે - ડાર્લિંગ બેસીનનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે. એડિલેડ અને સિડનીમાં ઈન્જીનીયરીંગ, વસ્ત્ર અને રસાયણના કારખાનાઓ છે. આ સુંદર અને મનોહર આબોહવા વાળા પ્રદેશનું પ્રમુખ નગર સિડની છે જેની સુંદરતાને કારણે તેને દક્ષિણની રાણી કહેવામાં આવે છે.  તે બ્રાઉન રેતીનો સુંદર દરિયાકિનારો અને ડાર્લિંગહાર્બર માટે પ્રસિદ્ધ છે.
       સિડની નાણા ઉત્પાદન અને પ્રવાસનના ક્ષેત્રમાં શક્તિની સાથે એક અદ્યતન અર્થતંત્ર બજાર ધરાવે છે. ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી તેની ગ્રોસ ક્ષેત્રીય ઉત્પાદન 2013માં 337 અબજ $ હતી જે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે હતી. સિડની શહેરનાં દર્શનીય સ્થળોમાં ઓસ્ટ્રેલિયન મ્યૂઝીયમ, રૉયલ બોટોનિકલ ગાર્ડન, બૉન્ડી બીચ, નિલ્સન પાર્ક, તેના ઉપરાંત  ઓસ્ટ્રેલિયન નેશનલ મેરિટાઇમ મ્યૂઝીયમ, ચાઇનીઝ ગાર્ડન, મ્યૂઝીયમ ઑફ કંટૈમ્પરેરી આર્ટ, મ્યૂઝીયમ ઑફ સિડની, પૉવર હાઉસ મ્યૂઝીયમ, સિડની એક્વેરિયમ, સિડની હાર્બર બ્રિજ પાઇલોન લુક આઉટ, સિડની ઓપેરા હાઉસ,વગેરે જોવાલાયક સ્થળો છે.Image Credits: Wikipedia 
Source Credits: Wikipedia

નેકચંદનું રોક ગાર્ડન
એફિલટાવર ક્યાં અને કઈ રીતે બનેલું છે?
કંડલા બંદર

Wednesday, 29 June 2016

વિશ્વ ધરોહર સ્થળ ઇલોરાની ગુફા

      વિશ્વ ધરોહરમાં સમાવિષ્ટ ઈલોરાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના શાસકો દ્વારા કરવામાં આવ્યું છે. ભારતનાં મહારાષ્ટ્ર રાજયમાં ઔરંગાબાદથી ૩૦કિ.મી દુર આ ગુફા આવેલ છે. ઈલોરા એક પુરાતાત્વિક સ્થળ છે, ઈલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. ત્યાં ૩૪ "ગુફાઓ" અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફલક છે. ઈલોરાની ગુફામાં હિંદુ, જૈન અને બૌધ ધર્મના મંદિર આવેલ છે. હિંદુ ગુફાઓ છઠ્ઠી સદીના મધ્યમાં અને આઠમી સદીના અંતમાં બાંધવામાં આવેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિંદુ ગુફાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસપાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે.
       જગન્નાથ સભા ગ્રુપએ ૯મી સદીમાં રાષ્ટ્રકૂટ દ્વારા પાંચ જૈન મંદિરો બનાવવામાં આવ્યાં હતા. ઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક ૨ કિમી ક્ષેત્રમાં વિસ્તરેલ છે. તે ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દીવાલોને કાપી બનાવાયા છે. દુર્ગમ પહાડીઓ વાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવીના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે.


Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

ગુજરાતી કરંટ અફેર્સ 29 જુન(June) 2016 - 149 By GK in Gujarati

1.        સયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ જુન મહિનાની કઈ તારીખના મનાય છે?
      -        ૨૩ જુન

2.        પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુન ૨૦૧૬માં ક્યાં શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો?
      -        પુણે

ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬

3.        નેપાળએ પોતાના નાગરિકો માટે ક્યાં દેશમાં કામ કરવા માટે રોક લગાવી દીધો છે?
      -        અફઘાનિસ્તાન

4.        નાસા ના ક્યુંરિયોસિટી રોવર એ ક્યાં ગ્રહ પર અપ્રત્યાશિત ખનીજનો પતો લગાવ્યો છે?
      -        મંગળ ગ્રહ

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬

5.        ક્યાં દેશમાં ૧૭માં આઈફા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે?
      -         સ્પેન

6.        ક્યાં પૂર્વ ક્રિકેટ ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -         અનિલ કુબેર

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

7.        કઈ વ્યક્તિને વર્ષ ૨૦૧૫ના જી ડી બિડલા પુરસ્કારથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી?
      -         પ્રોફેસર સંજય મિત્તલ

8.        જુન ૨૦૧૬માં ક્યાં ભારતીય વ્યક્તિને અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા?
      -         લાલચંદ રાજપૂત

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

9.        મોબાઈલ કંપની નોકિયાએ નિમ્નમાંથી કઈ વ્યક્તિને ભારતમાં પોતાના મુખ્ય પ્રમુખ નિયુક્ત કર્યા?
      -         સંજય મલિક

10.        ક્યાં દેશ દ્વારા પ્રકાશ પ્રદુષણથી નીપટવા હેતુ પહેલો ડાર્ક સ્કાઈ રિજર્વ આરંભ કર્યો?
      -        ચીન

Tuesday, 28 June 2016

હિન્દી અને મરાઠી ફિલ્મોના સંગીતકાર બેલડી કોણ છે?

       વિશાલ-શેખર હિન્દી અને મરાઠી ફિલ્મના સંગીતકાર બેલડી છે. તેમની જોડીને કેટલીય ફિલ્મોમાં સફળ સંગીત નિદર્શન કર્યું છે. તે જોડીએ જ્યારે ફિલ્મ ઝનકાર બિટ્સનુ હિટ ગીત "તુ આશીકી હૈ" નું નિર્માણ કર્યુ હતું, ત્યારે તેમણે બોલીવુડમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ફિલ્મના સફળ સંગીત દિગ્દર્શન થકી તેમને ફિલ્મ ફેર આર ડી બર્મન એવોર્ડ ફોર ન્યુ મ્યુઝીક ટેલેન્ટ જીત્યો હતો. તેમણે "મુસાફીર" ફીલ્મ માટે રજુ કરેલું સંગીત યુવાનો અને વિદેશોમાં લોકપ્રિય બની ગયું હતું. તેઓએ ભારતીય અવાજ સાથે ટેક્નો સંગીતનું નિર્માણ કર્યુ હતું.

       વિશાલ દાદલાની મુંબઈ આધારિત ઈલેક્ટ્રોનિક બેન્ડ પેન્ટાગ્રામના ગાયક પણ છે. શેખર એક પ્રશિક્ષિત શાસ્ત્રીય ગાયક છે અને ભારતીય સંગીતના ધ્વનિ છે. શેખર ઝી ટીવી સા રે ગા મા પા 1997માં સ્પર્ધામાં સહભાગી હતા. મુંબઈ પર 26 નવેમ્બર ૨૦૦૮ના આતંકી હુમલા બાદ વિશાલ દાદલાનીએ બચાવ કામગીરી દરમિયાન લાઇવ મીડિયા કવરેજ પર પ્રતિબંધ મુકવા માટે એક અરજી કરેલ હતી.

Image Credits: Wikipedia
Source Credits: Wikipedia