Monday, 30 May 2016

ગુજરાતી કરંટ અફેર્સ 30 મેં(May) 2016 - 137 By GK in Gujarati

1.       મે 2016માં ક્યાંના પ્રશિદ્ધ લો ફર્મ બેકર હોસ્ટેટલર દ્વારા રોબોર્ટ રોસને વકીલોની સહાયતા હેતુ માટે નિયુક્તિ કરવામાં આવે છે?
       -         અમેરિકા

2.       કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા છ દશકાથી ચાલી રહ્યી પંચવર્ષીય યોજનાઓના સ્થાને હવે કેટલા વર્ષીય દષ્ટિપત્ર લઇ આવવાની યોજના છે?
       -         15

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬


3.       18 મે 2016ના ઓડીશામાં ભારતે કઈ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું?
       -         પૃથ્વી-2

4.       મે 2016માં કયા દેશનાં શોધકર્તાએ વિશ્વનું પહેલું સ્કેનિંગ હિલીયમ માઈક્રોસ્કોપ બનાવ્યું?
       -         ઓસ્ટ્રેલિયા

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

5.       મે 2016માં ભારત કયા દેશમાં ભારતીય વ્યંજન સપ્તાહ આયોજિત કર્યું?
       -         ઇસરાઇલ

6.       મે 2016માં કેન્દ્ર સરકાર પેટેન્ટ આવેદનોના પરિક્ષણમાં તેજી લાવવા માટે કઈ સુવિધાનો આરંભ કરવામાં આવ્યો?
       -         તત્કાલ વિન્ડો

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

7.       મે 2016માં મહારાષ્ટ્ર એક્સ સર્વિસમેન કાર્પોરેશન ક્યાં માધ્યમથી દેશમાં સૈન્ય પર્યટનને પ્રોત્સાહન આપવાની જવાબદારી ઉઠાવી છે?
       -         વીર યાત્રા

8.       18 મે 2016ના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આગ્રામાં 10 હજાર કરોડ રૂપિયાથી બનવાવળી થીમ પાર્ક માટે કઈ વ્યક્તિ સાથે કરાર કર્યા છે?
       -         સંજય ખાન

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

9.       17 મે 2016ના કઈ મેટ્રો રેલ નિગમે દેશમાં પહલી વાર ચાલક રહિત મેટ્રો ટ્રેન સંચાલનનું ટ્રાયલ કર્યું છે?
       -          દિલ્લી મેટ્રો રેલ નિગમ

10.       પુરાતત્વવિદોએ 17 મે 2016ના કયા ભારતીય શહેરમાં એક પ્રાચીન બૌદ્ધ સ્થળની શોધ કરી?
       -         અમરાવતી-આંધ્રપ્રદેશ

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

Friday, 27 May 2016

ચાણક્ય

     ચાણક્ય એક ભારતીય શિક્ષક ફિલસૂફ અર્થશાસ્ત્રી કાયદાશાસ્ત્રી અને રોયલ સલાહકાર હતા. તેમની પરંપરાગત ઓળખ કૌટિલ્ય અથવા વિષ્ણુ ગુપ્તા, જે પ્રાચીન ભારતીય રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રના લેખક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભારતમાં રાજકીય વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં અગ્રણી તરીકે ગણવામાં આવે છે. તે ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે. ચાણક્યનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં મગધ રાજ્યના પાટનગર પાટલીપુત્રમાં થયો હતો. ત્યારના સમયમાં મગધ રાજ્ય ખૂબ જ શક્તિશાળી રાજ્ય ગણાતું. 

    પાટલીપુત્રમાં નંદ વંશનુ રાજ્ય હતું અને તેનો રાજા ધનનંદ એક અભિમાની અને સંકુચિત દ્રષ્ટિકોણ વાળો આળસુ રાજા હતો. ધનનંદના મંત્રીનું નામ શકટાલ હતું, જયારે ચાણક્યના પિતા આચાર્ય ચણક એક શિક્ષક હતા પરંતુ ધનનંદે તેને અપમાન કરી કાઢી મુકેલા જેના કારણે પાછળથી ચણકનું મૃત્યુ થયેલું અને વિષ્ણુગુપ્ત રાજ્ય છોડી તક્ષશિલા વિધ્યાપીઠમાં ભણવા ગયેલા.

     પાટલીપુત્ર છોડી તેઓ તક્ષશિલા જવા તૈયાર થયા. રસ્તામાં તેમણે બાળકોને રમતા જોયા જ્યા એક બાળક બીજા બધાનો રાજા બની તેમને ન્યાય આપતો હતો. બાળકની ન્યાયની સમજણ જોઇ ચાણક્યે તેને જ પાટલીપુત્રનો રાજા બનાવવા નિશ્ચય કર્યો અને તેને તેની માતા પાસેથી ખરીદી લીધો. તેણે માતાને સમજાવી કે તે તેના પુત્રને મહાન બનવાની શિક્ષા આપશે. આ પુત્ર એટલે ચંદ્રગુપ્ત અને તે મુરા દાસીનો પુત્ર હોવાથી તેને મૌર્ય કહેવાય છે.

Source Credits: Wikipedia 

Thursday, 26 May 2016

ધૂમકેતુ શેના બનેલા છે?

        ધૂમકેતુ સૌરમંડળના પથ્થર, ધૂળ, બરફ અને ગેસના નાના સભ્યોનો બનેલ હોય છે. ધૂમકેતુની ભ્રમણકક્ષા અતિશય લાંબા ઉપવલય આકારની હોય છે. આથી તેઓ પ્લૂટોની ભ્રમણકક્ષાને પણ વટાવી જાય છે. તે ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. લઘુ ભ્રમણકક્ષા વાળા ધૂમકેતુઓની ભ્રમણકક્ષા ૨૦૦ વર્ષથી નાની હોય છે. કેટલાક ધૂમકેતુ પાથ વલયાકૃતિ હોય છે જે માત્ર એક વાર દેખાય છે. લાંબા ભ્રમણકક્ષાવાળા ધૂમકેતુને એક પરિભ્રમણ કરવામાં હજારો વર્ષ લાગે છે. 
       સામાન્ય રીતે ધૂમકેતુ મિથેન, પાણી, કાર્બન ડાયોક્સાઈડ, ધૂળ, અન્ય ખનીજ પદાર્થોથી બનેલ હોય છે. ધૂમકેતુ સૂર્યમંડળના અંતમાં આવેલા દળદ ઊર્ટવાદળમાંથી ઉદભવે છે, જે ઊર્ટ વાદળ સૂર્યમંડળના નિર્માણ ના અવશેષોનું બનેલું હોવાનું કહેવાય છે. મોટાભાગના ધૂમકેતુઓ ખુબ ધૂંધળા હોવાથી માત્ર દૂરબીન વડે જોઈ શકાય છે. પરંતુ તે ઘણા ચળકતા હોવાને કારણે નરી આંખે પણ જોઈ શકાય છે. આકાશમાં રાત્રીના અચાનક દેખાય છે અને થોડા સમયમાં પછી ફરી લુપ્ત થઇ જાય છે. તેને ખરતા તારા તરીકે પણ ઓળખાય છે. સૌથી પ્રખ્યાત ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ ૧૦૬૬ની સાલથી નિયમિત પણે દેખાતો આવ્યો છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

ગુજરાતી કરંટ અફેર્સ 26 મેં(May) 2016 - 136 By GK in Gujarati

1.         સંસદમાં 9 મે 2016ના પાસ થયેલ એન્ટી હાઈજેકિંગ બિલ કયા બિલનું સ્થાન લેશે?
        -         એન્ટી હાઇજેકિંગ 1982

2.         7 મે 2016ના પાકિસ્તાનમાં કયા સમુદાયને નિશાના બનાવીને કરવામાં આવતી હિંસા અને નફરતની ખિલાફ પુરજોર આવાજ ઉઠાવવાવાળખુર્રમ જકીની હત્યા કરી છે?
        -         શિયા સમુદાય


ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

3.         નીચેનામાંથી કોને 12 મે 2016ના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેયરમેનના રૂપમાં નિયુક્ત કરેલ છે?
        -         શશાંક મનોહર

4.         ક્યાં પ્રદેશના પર્યટનને વન્યજીવ અવોર્ડ હેતુથી 9 મે 2016ના ભારતમાં સર્વશ્રેષ્ઠ સ્થાન માટે પુરષ્કારિત કરેલ છે?
        -         મધ્યપ્રદેશ

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

5.         11 મે 2016ના ઉત્તરપ્રદેશની સરકાર કેટલા કિલોમીટર લાંબી સાઈકલ હાઈવે નિર્માણને મંજુરી પ્રદાન કરેલ છે?
        -         200

6.         11 મે 2016ના ક્યાં દેશની મહિલા ક્રિકેટ ખેલાડી ચ્લોર્ટ એડવર્ડ્સ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે?
        -         ઇંગ્લેન્ડ

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

7.         10 મે 2016ના કેન્દ્ર સરકાર ખેલને વધારવા માટે કઈ યોજના શરુ કરી?
        -          ખેલો ઇન્ડિયા

8.         11 મે 2016ના કઈ સસ્થાએ દેશને 10 રાજ્યોમાં ચાલતી ભીષણ ભૂખના કારણે ભારતીય અર્થવ્યવ્યવસ્થામાં આશરે 6,50,000 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે?
        -         એસોચેમ

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

9.         13 મે 2016ના કેનાડામાં કયા ધાર્મિક ગુરુનું એક સડક હાદસામાં મૃત્યુ થઇ ગયું?
        -          બાબા હરદેવ સિંહ

10.         15 મે 2016 અલાસ્કા અનુસાર ભારતીય વાયુસેનાએ 'રેડ ફ્લેગ' અભ્યાસ ક્યાં દેશ સાથે કર્યો?
        -         અમેરિકા

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

Monday, 23 May 2016

કેદારનાથ મંદિર

     હિંદુ ધર્મનું પવિત્ર યાત્રા સ્થળ લગભગ ભારતની પવિત્ર નદીના કિનારે સ્થિત છે. કેદારનાથ મંદિર ૩૫૯૩ મીટરની ઉંચાઈ પર બનેલ એક ભવ્ય અને વિશાળ મંદિર છે. સુવર્ણયુગમાં શાસન કરનાર રાજા કેદારના નામ પરથી આ સ્થળનું નામ કેદારનાથ પાડવામાં આવ્યું. છે. ઉત્તર ભારતમાં સ્થિત કેદારનાથ મંદિર હિન્દુઓનું પવિત્ર ધામ છે. 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ કેદારનાથ હિમાલય પર્વતની ચોટી પર સ્થિત સ્વયંભૂ જ્યોર્તિર્લીંગ છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક ન હોવાથી ત્યાં પગપાળા, ઘોડા પર સવાર થઇ અથવા પાલખી દ્વારા જવું પડે છે.  

     કેદારનાથ મહાદેવ દિવાળી પછી ૬ મહિના સુધી નિંદ્રા ગ્રહણ કરે છે. તેથી ઉતર ભારતનાં મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને વર્ષના છ મહિના ત્યાં બરફ છવાયેલો રહે છે. ઉતરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે. ૬ મહિના પછી એપ્રિલ અથવા મે મહિનામાં મંદિર ખોલવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે –ત્યાં મંદિરના દરવાજા બંધ હોવા છતાં રોજ શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને જયારે મંદિરના દ્વાર ખોલવામાં આવે ત્યારે મંદિરની સફાઈ કરી હોય તેટલી સ્વચ્છતા મંદિરમાં હોય છે.એવું કહેવાય છે કે આ મંદિરનું બાંધકામ પાંડવવંશના જનમેજય રાજા દ્વારા કરવામાં આવ્યું છે.


Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

તુલસીશ્યામ
રામ ભક્તહનુમાનજીની જન્મજ્યંતિ
સર્વ અવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણ

Friday, 20 May 2016

હોકી

      હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે. હોકીનું વર્ગીકરણ આઉટડોર અને ઇનડોર એમ બે રીતે કરવામાં આવે છે. હોકી લાકડી અને બોલની સૌથી જૂની રમતોમાંની એક રમત છે, જે રમત બે ટુકડીઓ સામ-સામે રમે છે. હોકીનું મેદાન ૯૧.૪ મી.× ૫૫ મી. લંબચોરસ મેદાન હોય છે. હોકી વડે દડાને સામેની ટુકડીની ગોલપોસ્ટમાં દાખલ કરાવવાનો હોય છે.હોકીમાં સ્ટીકનો ઉપયોગ માત્ર એક બાજુ મર્યાદામાં કરવામાં આવે છે. ઐતિહાસિક તથ્યો પ્રમાણે હોકી પ્રાચીન સંસ્કૃતિમાં રમાઈ હતી. ઓલમ્પિક હોકીમાં ભારતે ૮ સુવર્ણ ચંદ્રક અને 2 કાસ્ય ચંદ્રક મેળવેલ છે.
       આધુનિક હોકી ૧૮ મી સદીના મધ્યમાં ઉભરી આવી પરંતુ તેની યોગ્ય રીતે ૧૯મી સદીમાં સ્થાપના કરવામાં આવી હતી. ૧૮૪૯માં બ્લેકીથ ઈશાન લંડનમાં સૌ પ્રથમ હૉકી ક્લબ સ્થપાયું. પહેલા તે ઘાસ પર રમાતી હતી અને ૧૯૭૦થી કૃત્રિમ ઘાસ પર રમવામાં આવે છે.આજના સમયમાં બરફમાં પણ હોકી રમી શકાય છે. આઈસ હોકી બરફ પર રમવામાં આવે છે જે હોકી રમતનું એક સ્વરૂપ છે. મધ્યયુગના સમયગાળામાં રમતનું મૂળ સ્કોટલેન્ડ નેધરલેન્ડ અને ઇંગ્લેન્ડ ગણવામાં આવે છે. દરેક ટીમ ગોલકીપર સહિત અગિયાર ખેલાડીઓ હોય છે. રમતની નિયંત્રણ સંસ્થાએ ૧૧૬ સદસ્ય ધરાવતી ઍન્ટરનેશનલ હૉકી ફેડરેશન તરીકે ઓળખાય છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

ગુજરાતી કરંટ અફેર્સ 20 મેં(May) 2016 - 135 By GK in Gujarati

1.       7 મે 2016ના ક્યાં બાળકોના ખિલાફ હિંસા સમાપ્ત કરવાના હેતુથી ત્યાં સબંધિત મંત્રીઓની ચોથી બેઠક થઇ હતી?
       -          દક્ષિણ એશિયા

2.       4 મે 2016 મુંબઈ અનુસાર કઈ બેંક મહારાષ્ટ્રમાં દુષ્કાળ પીડિતો માટે 1 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે?
       -          સારસ્વત બેંક

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

3.       6 મે 2016 નવી દિલ્લી અનુસાર કેટલા રૂપિયાથી વધારેની ગાડી પર સરકારને 1 પ્રતિશત ટેક્સ આપવાનો રહેશે?
       -           10 લાખ

4.       6 મે 2016 નવી દિલ્લી અનુસાર વર્ષમાં 10 લાખથી મોંઘી ગાડી સ્ટાર્ટ અપ ઉદ્યોગ માટે હોય તો કેટલા રૂપિયાથી વધારે નહી કમાવનારને ગાડીનો 1 ટકા ટેક્સ સરકારને નહી આપવો પડે?
       -          25 કરોડ

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

5.       9 મે 2016ના ફેસબુક કયા દેશમાં ટ્રેડમાર્કનો કેસ જીત્યો?
       -          ચીન

6.       મે 2016માં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દ્વારા કયા રાજ્યમાં ગંગા સંરક્ષણ માટે ગ્રામીણ સ્વચ્છતા પહેલનો શુભારંભ ક્યાં કર્યો?
       -          ઝારખંડ

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

7.       મે 2016માં કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દ્વારા કયા રાજ્યમાં ગંગા સંરક્ષણ માટે ગ્રામીણ સ્વચ્છતા પહેલનો શુભારંભ ક્યાં કર્યો?
       -          ઝારખંડ

8.       9 મે 2016ના નીચેનામાંથી હિલેરી ક્લીન્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ ચુનાવ માટે કયા પાર્ટીના સંભવિત ઉમેદવાર છે?
       -          રીપબ્લીકન પાર્ટી

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

9.       8 મે 2016ના પ્રશિદ્ધ અભિનેતા વિલિયમ શેલેટનું નિધન થઇ ગયું, તે કયા દેશના અભિનેતા હતા?
       -          અમેરિકા

10.       6 મે 2016ના એન્ડા કેની કયા દેશમાં પુનઃ પ્રધાનમંત્રીના રૂપમાં ચુંટાયા છે?
       -          આયર્લેન્ડ

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

Wednesday, 18 May 2016

મોહેં-જો-દડો

     હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલ નગરમાં મોહેં-જો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. મોહેં-જો-દડો 26મી સદી પૂર્વે બનાવવામાં આવ્યું હતું. પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિમાં સૌથી મોટા શહેરોમાનું એક હડપ્પા સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મકાનોને પુર અને ભેજથી રક્ષણ મેળવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. મકાનોના દરવાજા મુખ્ય રસ્તાઓને બદલે ગલીમાં પડતા હતા.સમગ્ર નગરની ફરતે કિલ્લો અને દીવાલની રચના કરવામાં આવી હતી. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા. સમગ્ર નગરનું બાંધકામ ચોરસ અને લંબચોરસ આકારે હતું, જેથી આ રસ્તાઓમાં પવન ફૂંકાતાં તેના પર વેરાયેલો કચરો સાફ થઇ જતો.રસ્તાઓમાં ચોક્કસ અંતરે એકસમાન ખાડા રાત્રિપ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાતું હતું.

     મોહેં-જો-દડો માટે સાચવણીનું કામ ડિસેમ્બર 1996 સ્થગિત કરવામાં આવ્યું પછી પાકિસ્તાની સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી ભંડોળ પણ બંધ કરી દીધું. સાઇટ સંરક્ષણ કામ એપ્રિલ 1997 માં ફરી શરૂ કરવામાં આવ્યું, યુનેસ્કોની મદદ દ્વારા ફંડ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યાં.ખરેખર, મોહેં-જો-દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા.મોહેં-જો-દડો ની ભૂગભૅ ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર-આયોજનની આગવી વિશિષ્ટતા હતી. મોહેં-જો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. જાહેર સ્નાનાગાર ૧૧.૮૮ મી. લાબું અને ૭.૦૧ મી. પહોળું અને ૨.૪૩ મી. ઊંડુ છે. કુંડમાં ઊતરવા માટે પગથિયાં બાંધેલાં છે.


Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

વિશ્વની સૌથી લાંબી નદી
વિશ્વમાં સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ
દુનિયાનું સૌથી મોટું વૈભવી પેસેન્જર જહાજ