ગુગલની
સરખામણીમાં બહુ ઓછું પ્રચલિત સર્ચ એન્જીન યાહૂ છે. યાહૂ ની સ્થાપના સ્ટેનફોર્ડ
યુનિવર્સિટીના બે સ્નાતક વિદ્યાર્થી જેરી યંગ અને ડેવિડ ફિલો દ્વારા કરવામાં આવી
હતી. “જેરી એન્ડ ડેવિડ ગાઈડ ટુ વર્લ્ડ વાઈડ વેબ”
નામની એક વેબ સાઈટ ચાલુ
કરી જેથી માહિતી સરળતાથી શોધી શકાય એ પ્રકારનો વેબ સાઈટ સમૂહ બનાવ્યો. ત્યારબાદ ૧૮
જાન્યુંઆરી ૧૯૯૫ના ડોમેઇન રજિસ્ટર કરી યાહૂ નામ આપવામાં આવ્યું હતું.
યાહૂ મેઈલથી જાણીતી સુવિધા દુનિયાની ત્રીજા
નંબરની વેબ ઈમેલ સુવિધા છે. સુવિધાની શરૂઆતના દિવસોમાં ૪ એમ.બી. જગ્યા આપવામાં આવતી
અને ત્યાર બાદ ૮ એમ.બી. અને ૨૦૦૮માં વેબ આધારિત મેઈલ સ્ટોરેજમાં હરીફાઈ ને
જોઈ અનલીમીટેડ કરી દેવામાં આવી. યાહૂ પેજરની
માર્ચ ૧૯૯૮માં શરૂઆત થયેલી તેથી આ સુવિધા યાહૂ મેસેન્જર નામે જાણીતી થઇ. વેબ કેમ વડે વિડીયો ચેટ
અને ફાઈલ આદાન પ્રદાનની પણ સગવડ છે. લોકપ્રિય સોશિયલ નેટવર્ક વેબસાઈટ ફેસબુક સાથે
જોડાણની સુવિધા પણ ઉમેરવામાં આવી છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
વિશ્વનો સૌથી મોટો સ્ટુડિયો કોમ્પ્લેક્સ
ટેલિફોનના આવિષ્કારક ગ્રેહામ બેલ
ફેસબુક સહસ્થાપક માર્ક ઝુકરબર્ગ
Source Credits: Wikipedia
વિશ્વનો સૌથી મોટો સ્ટુડિયો કોમ્પ્લેક્સ
ટેલિફોનના આવિષ્કારક ગ્રેહામ બેલ
ફેસબુક સહસ્થાપક માર્ક ઝુકરબર્ગ
No comments:
Post a comment