Friday, 15 April 2016

સર્વ અવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણ

અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોતમ ભગવાન શ્રીસ્વામિનારાયણ અવતારના અવતારી છે. સ્વામિનારાયણ અથવા સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે ૩એપ્રિલ ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯)  ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે ઘનશ્યામ મહારાજનો જન્મ થયો. તે દિવસે રામનવમી પણ હતી. આ દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ જયંતી ઉજવે છે. તેમણે તેમના અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને તેનો જાપ કરવાનું કહ્યું. શ્રી સ્વામિનારાયણે તેમના જીવનકાળમાં છ મંદિરો તથા ૫૦૦ સન્યાસીઓ બનાવ્યા હતા.
    સ્વામિનારાયણના ભગવાન સાત વર્ષની ઉંમરે હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી તેમાં પારંગત થયા હતા અને ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસના તેમણે દીક્ષા લીધી. એક વર્ષ પછી જેતપુરમાં રામાનંદ સ્વામીએ તેમણે ગાદી આપીને ‘સહજાનંદ સ્વામી’ નામ આપ્યું. ત્યાર બાદ સહજાનંદ સ્વામીએ પોતાનું સ્વામિનારાયણનામ પાડયું. બાળકીઓને દૂધ પીતી અટકાવી તેમજ સતી પ્રથા પણ બંધ કરાવી. આ ઉપરાંત હિંસા અને વ્યસનનો પણ વિરોધ કર્યો. તેમણે ૧૨૦૦થી પણ વધુ લોકોને દિક્ષા આપી. આમ, ધર્મમાં શ્રધ્ધા જગાવી વિ.સં. ૧૮૮૬ જેઠ સુદ ૧૦ ના દેહત્યાગ કર્યો.




Image Credits:Dipak Punjani
Source Credits: Wikipedia


No comments:

Post a Comment