૧૪૦૭માં
ઇટાલીના જિનોઆ ખાતે બેન્કો દી સાન જિઓરજિઓ નામે સૌથી પહેલી રાજ્ય થાપણની બેંક
સ્થાપવામાં આવી હતી. બેંક શબ્દની ઉત્પતિ ઇટાલિયન શબ્દ banco “ડેસ્ક/બેંચ” પરથી
થયો. બેંક એક એવી નાણાકીય સંસ્થા છે જે થાપણો સ્વીકારે છે અને પછી તે થાપણોને
ધિરાણની પ્રવૃત્તિઓમાં રોકે છે. આર્થિક આયોજનમાં વર્તમાન યુગમાં કૃષિ, ઉદ્યોગ અને બિઝનેસ વિકાસ
માટે બેંક અને બેન્કિંગ વ્યવસ્થા એક આવશ્યક જરૂરિયાત માનવામાં આવે છે.લોકો પોત
પોતાની બચતની સુરક્ષાની દ્રષ્ટિથી અથવા વ્યાજ કમાવવાના હેતુ માટે આવી સંસ્થાઓમાં
ડિપોઝીટ કરે છે અને જરૂરિયાત અનુસાર સમય સમય પર બેંકમાંથી ઉપાડે છે.બેંક એ લોકોના નાણા સાચવવાનું કાર્ય કરે છે.
બૅન્ક પ્રાથમિકરૂપે ગ્રાહકોને નાણાકીય સેવા પૂરી પાડે છે. નાણાકીય બજારમાં
બૅન્કો મહત્ત્વના ખેલાડી ગણાય છે અને તે ભંડોળનું
રોકાણ અને વ્યાજે ઉધારે આપવા જેવી સેવાઓ આપે છે. ભારતમાં ૧૮૦૬માં “બેંક ઓફ કલકત્તા” ની સ્થાપના થઇ તેના પછી
૧૮૪૦ અને ૧૮૪૩માં ક્રમશઃ “બેંક ઓફ મુંબઈ” અને “બેંક ઓફ મદ્રાસ” ની સ્થાપના કરવામાં
આવી હતી.તારથી પૈસા ટ્રાન્સફર કરવા ઇએફટીપીઓએસ અને એટીએમ જેવી અન્ય ચુકવણી કરવા
માટેની ગ્રાહકોને વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે છે.
અંગ્રેજી
સામાન્ય ધારા હેઠળ, બૅન્કનો વેપાર ચલાવતી
વ્યકિતને શરાફ (બૅન્કર) કહેવામાં આવે છે. ત્રણ પ્રેસિડન્સી બેન્કો વિદેશી
મૂડી અને કામગીરી દ્વારા ચલાવવામાં આવતા હતા અને તેનું કામ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના
વ્યાપારના અંતર્ગત સહાય કરવાની હતી.જાપાન માં બેંક સામાન્ય
રીતે ક્રોસ શેરહોલ્ડિંગ એન્ટિટી તરીકે ઓળખવામાં આવે
છે.ફ્રાન્સમાં મોટા ભાગની બેંકો તેના ગ્રાહકોને વીમા સેવાઓ આપે છે. ડિપોઝીટ કરવા માટે બેંકો વારંવાર ત્રણ પ્રકારના એકાઉન્ટ્સ ખોલે છે. બેંક પોતાના
ગ્રાહકો અને અન્ય વિશ્વસનીય વ્યક્તિઓ અને સંસ્થાઓને બિઝનેસ અને ઉત્પાદન
પ્રવૃત્તિઓ માટે ક્રેડિટ આપે છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
બીબીસી પ્રસારણ ભંડોળ કઈ રીતે મેળવે છે?
ફીફા શું છે?
Source Credits: Wikipedia
બીબીસી પ્રસારણ ભંડોળ કઈ રીતે મેળવે છે?
ફીફા શું છે?
No comments:
Post a Comment