સરોજિની
નાયડુને “ભારતની બુલબુલ” તરીકે ઓળખવામાં આવે છે.તેમનો જન્મ 13 ફેબ્રુઆરી ૧૮૭૯ના ભારતનાં
હૈદરાબાદ શહેરમાં થયો હતો. તેમના પિતા અઘોરનાથ એક નામાંકિત વિદ્વાન હતાં અને માતા
કવયિત્રી હતા. તેઓએ ૧૩ વર્ષની નાની ઉમરે લેડી ઓફ ધ લેક નામની કવિતાની રચના કરી
હતી. તેઓ ૧૮૯૫માં ઉચ્ચ અભ્યાસ માટે ઈંગ્લેંડ ગયા અને અભ્યાસની સાથે સાથે કવિતાઓ પણ
લખતા રહ્યા. ગોલ્ડન થ્રેશોલ્ડ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો. તેમની બીજી અને
ત્રીજી બર્ડ ઓફ ટાઇમ અને બ્રોકન વિંગ
કવિતાઓએ તેમને એક વિખ્યાત કવયિત્રી બનાવી દીધી. તેઓ એક સ્વતંત્ર ભારતીય કાર્યકર્તા, કવયિત્રી
અને સારા ગાયક પણ હતા.
સરોજિની નાયડૂ ભારતીય રાજ્યોના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા અને ૧૯૫૨માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બીજા મહિલા અધ્યક્ષ બન્યા હતા. ૨ માર્ચ ૧૯૪૯ના ૭૦ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. ૧૩ ફ્રેબ્રુઆરી ૧૯૬૪ના ભારત સરકારે તેમની જન્મજ્યંતિ પ્રસંગે તેમના સન્માનમાં ૧૫ નવા પૈસાનું એક સ્ટેમ્પ બહાર પાડ્યું હતું.

Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment