રામોજી ફિલ્મ સિટીને વિશ્વની સૌથી મોટી ફિલ્મ સ્ટુડિયો કોમ્પલેક્ષ માનવામાં
આવે છે. જે ભારતનાં આંધ્રપ્રદેશ રાજ્યની રાજધાની હૈદરાબાદથી ૨૫ કિ.મી દુરના અંતરે
નલગૌડા માર્ગમાં સ્થિત છે. તેની સ્થાપના દક્ષિણના મશહૂર ફિલ્મ સર્જક અને મીડિયા
બૈરોન રામોજી રાવે ઈ.સ.૧૯૯૬માં કરેલ છે. આ ફિલ્મ સ્ટુડિયો ૨૦૦૦ એકરથી પણ વધુ
પરિસરમાં વિસ્તરેલ છે. જેમાં ૫૦ શુટિંગ ફ્લોર આવેલા છે. તેમજ અહીં એકસાથે ૧૫ થી ૨૫
ફિલ્મોની શુટિંગ થઈ શકે છે. રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મની પ્રી-પ્રોડક્શનથી લઈને
પોસ્ટ પ્રોડક્શનની તમામ સુવિધાઓ એક જગ્યાએ જ ઉપલબ્ધ છે. એટલે કે ફિલ્મ માટેનો
આઈડીયા લઈને આવો અને ફિલ્મને ફિલ્મ કેનમાં લઈને જાઓ.
Image Credits: Wikipedia
ફિલ્મ નિર્માણ ની સાથે રામોજી ફિલ્મ સિટીએ એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ પણ છે.
જ્યાં દર વર્ષે દાસ લાખથી પણ વધુ લોકો આવતા હોય છે. તેમજ આર.એફ.સીને માનવસર્જિત
અજાયબીની શ્રેણીમાં પણ મૂકી શકાય છે. તેની વિશેષતા એ છે કે અહીં એકસાથે વીસ વિદેશી
ફિલ્મો અને ચાલીશ દેશી ફિલ્મો બનાવી શકાય છે.
Source Credits: Wikipedia
ફીફા શું છે?
વિશ્વ વિખ્યાત પાટણનું પટોળું
બીબીસી પ્રસારણ ભંડોળ કઈ રીતે મેળવે છે?
ફીફા શું છે?
વિશ્વ વિખ્યાત પાટણનું પટોળું
બીબીસી પ્રસારણ ભંડોળ કઈ રીતે મેળવે છે?
No comments:
Post a comment