Saturday, 30 April 2016

બેંક

        ૧૪૦૭માં ઇટાલીના જિનોઆ ખાતે બેન્કો દી સાન જિઓરજિઓ નામે સૌથી પહેલી રાજ્ય થાપણની બેંક સ્થાપવામાં આવી હતી. બેંક શબ્દની ઉત્પતિ ઇટાલિયન શબ્દ banco “ડેસ્ક/બેંચ” પરથી થયો. બેંક એક એવી નાણાકીય સંસ્થા છે જે થાપણો સ્વીકારે છે અને પછી તે થાપણોને ધિરાણની પ્રવૃત્તિઓમાં રોકે છે. આર્થિક આયોજનમાં વર્તમાન યુગમાં કૃષિ, ઉદ્યોગ અને બિઝનેસ વિકાસ માટે બેંક અને બેન્કિંગ વ્યવસ્થા એક આવશ્યક જરૂરિયાત માનવામાં આવે છે.લોકો પોત પોતાની બચતની સુરક્ષાની દ્રષ્ટિથી અથવા વ્યાજ કમાવવાના હેતુ માટે આવી સંસ્થાઓમાં ડિપોઝીટ કરે છે અને જરૂરિયાત અનુસાર સમય સમય પર બેંકમાંથી ઉપાડે છે.બેંક એ લોકોના નાણા સાચવવાનું કાર્ય કરે છે.

         બૅન્ક પ્રાથમિકરૂપે ગ્રાહકોને નાણાકીય સેવા પૂરી પાડે છે. નાણાકીય બજારમાં બૅન્કો મહત્ત્વના ખેલાડી ગણાય છે અને તે ભંડોળનું રોકાણ અને વ્યાજે ઉધારે આપવા જેવી સેવાઓ આપે છે. ભારતમાં ૧૮૦૬માં “બેંક ઓફ કલકત્તા” ની સ્થાપના થઇ તેના પછી ૧૮૪૦ અને ૧૮૪૩માં ક્રમશઃ “બેંક ઓફ મુંબઈ” અને “બેંક ઓફ મદ્રાસ” ની સ્થાપના કરવામાં આવી હતી.તારથી પૈસા ટ્રાન્સફર કરવા ઇએફટીપીઓએસ અને એટીએમ જેવી અન્ય ચુકવણી કરવા માટેની ગ્રાહકોને વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે છે.

          અંગ્રેજી સામાન્ય ધારા હેઠળ, બૅન્કનો વેપાર ચલાવતી વ્યકિતને શરાફ (બૅન્કર) કહેવામાં આવે છે. ત્રણ પ્રેસિડન્સી બેન્કો વિદેશી મૂડી અને કામગીરી દ્વારા ચલાવવામાં આવતા હતા અને તેનું કામ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વ્યાપારના અંતર્ગત સહાય કરવાની હતી.જાપાન માં બેંક સામાન્ય રીતે ક્રોસ શેરહોલ્ડિંગ એન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે.ફ્રાન્સમાં મોટા ભાગની બેંકો તેના ગ્રાહકોને વીમા સેવાઓ આપે છે. ડિપોઝીટ કરવા માટે બેંકો વારંવાર ત્રણ પ્રકારના એકાઉન્ટ્સ ખોલે છે. બેંક પોતાના ગ્રાહકો અને અન્ય વિશ્વસનીય વ્યક્તિઓ અને સંસ્થાઓને બિઝનેસ અને ઉત્પાદન પ્રવૃત્તિઓ માટે ક્રેડિટ આપે છે.


ગુજરાતી કરંટ અફેર્સ 30 એપ્રિલ(April) 2016 - 127 By GK in Gujarati

1.        20 એપ્રિલ 2016માં વિદ્આઉટ બોર્ડસને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2016 પ્રકાશિત કર્યું, તેમાં ભારતને 180 દેશોમાંથી કયું સ્થાન મળ્યું?
      -        133

2.        ૨૩ એપ્રિલ 2016માં વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) દ્વારા કયો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો?
      -        વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

3.        24 એપ્રિલ 2016માં બાર્સિલોનામાં બાર્સિલોના ઓપન ખિતાબ કોણ જીત્યો?
      -        રાફેલ નડાલ

4.        22 એપ્રિલ 2016માં રાજ્યસભા માટે નામાંકિત 6 સદસ્યોને કોણ મંજુરી આપી?
      -         રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

5.        રિયો ઓલમ્પિક 2016' માટે ભારતીય દળના ગુડવિલ એમ્બેસેડર તરીકે કોને પસંદ કરવામાં આવ્યાં?
      -        સલમાન ખાન

6.        ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટરના રૂપમાં 21 એપ્રિલ 2016ના કોની નિયુક્તિ કરવામાં આવી?
      -        ભુપેન્દ્ર કૈથોલા


ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

7.        એકતા અને એકજુટતા ન્યાય અને શાંતિ માટે વર્ષ 2016માં ઇસ્લામી શિખર સંમેલન ક્યાં દેશમાં આયોજિત કરવામાં આવ્યાં?
      -        તુર્કી

8.        22 એપ્રિલ 2016માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે ક્યાં મલયાલી અભિનેતાને નામાંકિત કરવામાં આવ્યાં છે?
      -         સુરેશ ગોપી

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

9.        22 એપ્રિલ 2016માં કઈ બોલીવૂડ અભિનેત્રીને ટ્રીબેકા ફિલ્મ મહોત્સવ 2016ના આંતરાષ્ટ્રીય કથા ફીચર સન્માનમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરષ્કાર મળ્યો?
      -        રાધિકા આપ્ટે

10.        25 એપ્રિલ 2016ના ભારતીય ફૂટબોલ ખેલાડી સંઘ આયોજિત કાર્યક્રમમાં કોને સર્વશ્રેષ્ઠ ખેલાડી કોને ઘોષિત કરવામાં આવ્યાં?
      -        જેજે લાલપેખલુઆ

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

Friday, 29 April 2016

મોનોરેલ

         સૌપ્રથમ મોનોરેલ રશિયામાં ઇવન એલમાનોવએ વર્ષ ૧૮૨૦માં બનાવી હતી. મોનોરેલ રેલવે આધારિત પરિવહન વ્યવસ્થા છે, જેમાં એક પાટા પર ટ્રેન ચાલે છે અને તે પાટા એકમાત્ર ટેકા અને તેના માર્ગદર્શક તરીકે કામ કરે છે. મોનોરેલ એરપોર્ટ ટ્રાન્સફર અને મધ્યમ ક્ષમતા મેટ્રોમાં ઉપયોગ જોવા મળે છે. સૌપ્રથમ પેટન્ટ ૧૮૨૧માં યુ.કેમાં હેનરી પાલ્મેરે મેળવ્યા હતા અને દક્ષિણ પૂર્વ લંડનના ડેપફોર્ડ ડોકયાર્ડમાં આ ડિઝાઈનનો ઉપયોગ કરાયો હતો. તે મુસાફરોને લઈ જતી વિશ્વની પ્રથમ મોનોરેલ તેમજ હાર્ટફોર્ડશાયરમાં ખોલવામાં આવેલી પ્રથમ રેલવેલાઇન છે.૧૮૭૯માં હેડોન અને સ્ટ્રીંગફેલોએ સ્વતંત્ર રીતે વન રેલસિસ્ટમની દરખાસ્ત કરી હતી, જેમાં ઇન્વર્ટેડ "/\" રેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ લશ્કરી ઉપયોગ માટેની હતી અને તેને સસ્તી રેલવેતરીકે સામાન્ય નાગરિકોના ઉપયોગની સિસ્ટમ તરીકે પણ જોવામાં આવતી હતી.
         ટોક્યો મોનોરેલ વિશ્વની સૌથી વ્યસ્ત, સરેરાશ દિવસ દીઠ ૧૨૭,૦૦૦ મુસાફરો અને ૧૯૬૪થી .૫ અબજ મુસાફરોને સેવા આપી છે. ફ્રાન્સની કંપની સેફેજ દ્વારા વિકસિત સસ્પેન્ડેડ મોનોરેલ નો પણ બીજો એક પ્રકાર છે, જેમાં ટ્રેન ઉપરના વ્હીલ કેરિજ નીચે લટકતી હોય છે અને ગતિ કરે છે. મોનો અને રેલ એ બે શબ્દોને ભેગા કરી બનાવામાં આવેલ છે તે શબ્દ ૧૮૯૭ની શરૂઆતમાં ઉદભવ્યો હતો. શરૂઆતની સિસ્ટમમાં લોખંડના પાટાનો ઉપયોગ થતો હતો. આ પરિવહન વ્યવસ્થા ઘણીવાર રેલવે તરીકે ઓળખાય છે. મોનોરેલ સિસ્ટમના બીમ વાહન કરતા નાના હોય છે. મોનોરેલ ઘણીવાર જમીનથી અધ્ધર પાટા ધરાવતી (એલિવેટેડ) હોય છે, પરંતુ તે માત્ર એલિવેટેડ હોતી નથી, જેનાથી ઘણીવાર ડોકલેન્ડ લાઇટ રેલવે, વાનકુવર સ્કાયટ્રેન અને જેએફકે (JFK) એરટ્રેન જેવી બીજા એલિવેટેડ સિસ્ટમ્સ સાથે તેને જોડી દેવામાં આવે છે. મોનોરેલ વાહનો પ્રથમ દ્રષ્ટીએ અન્ય લાઇટ રેલ જેવી જ લાગે છે અને તે માનવસહિત કે માનવરહિત હોઈ શકે છે. મોટા ભાગની તમામ મોનોરેલમાં ડ્યુઅલ થર્ડ રેલ દ્વારા ઇલેક્ટ્રિક મોટર્સનો ઊર્જા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, આ મોટર્સને ગાઇડન્સ બીમમાં આવેલા કે તેની સાથે જોડાયેલી ઇલેક્ટ્રીકલ ચેનલ કે વાયર મારફત ઊર્જાનો પુરવઠો મળે છે. પરંતુ હવે ડીઝલથી ચાલતી મોનોરેલ સિસ્ટમ પણ અસ્તિત્વ ધરાવે છે.


Image Credits: Wikipedia

ગુજરાતી કરંટ અફેર્સ 29 એપ્રિલ(April) 2016 - 126 By GK in Gujarati

1.        14 એપ્રિલ 2016માં ક્યાં સંઘની સંસદ હવાઈ યાત્રિયોના આંકડા શેર કરવાના હેતુથી સંયુક્ત પ્રણાલીને મંજુરી આપી દીધી છે?
       -         યુરોપિયન

2.        બીસીસીઆઈના પહેલા સીઈઓ 20 એપ્રિલ 2016માં કોને નિયુક્ત કરવામાં આવ્યાં?
       -         રાહુલ જોહરી

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

3.        19 એપ્રિલ 2016માં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા કઈ ભારતીય-અમેરિકી નાગરિકને રાજદૂત માટે નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -          ગીતા પાસી

4.        19 એપ્રિલ 2016ના કઈ મહાન વ્યક્તિના બલિદાન દિવસની સ્મૃતિમાં કેન્દ્ર સરકાર 200 રૂપિયાના સ્મૃતિ સિક્કો તથા 10 રૂપિયાના ચલણી સિક્કા બહાર પાડ્યા?
       -         તાત્યા ટોપે

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

5.        દુનિયાનો શક્તિશાળી દેશ અમેરિકાની સાથે ભારતનાં વ્યાપારિક રીશ્તાને વધારે મજબૂતી પ્રદાન કરવાની સાથે 500 બિલિયન ડોલરના લક્ષ્યની સાથે યુએસ-ઇન્ડિયા ટ્રેડ ઉપક્રમ શરુ થયું, આ કાર્યક્રમ કઈ કાઉન્સશિલ શરુ કર્યો?
       -         એટલાંટિક કાઉન્સશિલ

6.        એપ્રિલ 18, 2016 નવી દિલ્લી અનુસાર ભારતીય મશહુર હીરો કોહિનૂરને બ્રિટનના મ્યુઝિયમમાંથી વાપસ લઇ આવવાનો ફેસલો થયો છે. આ હીરો કોણ લઇ ગયું હતું?
       -         ઈસ્ટ ઇન્ડિયા કંપની

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

7.        19 એપ્રિલ 2016, ઓલ્મ્પિકમાં ક્વાલીફાઈ કરવાવાળી પહેલી ભારતીય મહિલા જિમનાસ્ટ કોણ બની?
       -         દીપા કરમાકર

8.        કઈ વ્યક્તિને સિલિકન વેલીના કોચ અને માર્ગદર્શકના નામથી જાણીતા હતા, જેમનું 18 એપ્રિલ 2016માં નિધન થયું?
       -         વિલિયમ બિલ કૈમ્પબેલ

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

9.        ઇક્વાડોરમાં 16 એપ્રિલ 2016ના કેટલી તીવ્રતાનું ભૂકંપ આવ્યું, જેમાં સેકડો લોકો બેઘર થઈ ગયા?
       -         7.8

10.        20 એપ્રિલ 2016 કેન્દ્રીય મંત્રીમડળ કોની કોની વચ્ચે ક્ષમતા નિર્માણ અને ટેકનિકલ સહયોગના હેતુથી એમઓયુ પર હસ્તાક્ષરને મંજુરી આપી દીધી છે?
       -         ભારત અને ભૂટાન

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

Thursday, 28 April 2016

યાહૂ એક સર્ચ એન્જીન

     ગુગલની સરખામણીમાં બહુ ઓછું પ્રચલિત સર્ચ એન્જીન યાહૂ છે. યાહૂ ની સ્થાપના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે સ્નાતક વિદ્યાર્થી જેરી યંગ અને ડેવિડ ફિલો દ્વારા કરવામાં આવી હતી. જેરી એન્ડ ડેવિડ ગાઈડ ટુ વર્લ્ડ વાઈડ વેબનામની એક વેબ સાઈટ ચાલુ કરી જેથી માહિતી સરળતાથી શોધી શકાય એ પ્રકારનો વેબ સાઈટ સમૂહ બનાવ્યો. ત્યારબાદ ૧૮ જાન્યુંઆરી ૧૯૯૫ના ડોમેઇન રજિસ્ટર કરી યાહૂ નામ આપવામાં આવ્યું હતું.

    યાહૂ મેઈલથી જાણીતી સુવિધા દુનિયાની ત્રીજા નંબરની વેબ ઈમેલ સુવિધા છે. સુવિધાની શરૂઆતના દિવસોમાં ૪ એમ.બી. જગ્યા આપવામાં આવતી અને ત્યાર બાદ ૮ એમ.બી. અને ૨૦૦૮માં વેબ આધારિત મેઈલ સ્ટોરેજમાં હરીફાઈ ને જોઈ અનલીમીટેડ કરી દેવામાં આવી. યાહૂ પેજરની માર્ચ ૧૯૯૮માં શરૂઆત થયેલી તેથી આ સુવિધા યાહૂ મેસેન્જર નામે જાણીતી થઇ. વેબ કેમ વડે વિડીયો ચેટ અને ફાઈલ આદાન પ્રદાનની પણ સગવડ છે. લોકપ્રિય સોશિયલ નેટવર્ક વેબસાઈટ ફેસબુક સાથે જોડાણની સુવિધા પણ ઉમેરવામાં આવી છે.



ગુજરાતી કરંટ અફેર્સ 28 એપ્રિલ(April) 2016 - 125 By GK in Gujarati


1.        14 એપ્રિલ 2016ના પ્રસિદ્ધ 20 વર્ષ સુધી બાસ્કેટબોલ ટીમમાં રમતો કયો ખેલાડી સંન્યાસની ઘોષણા કરી છે?
       -        કોબે બ્રાયંટ

2.        પાનાગઢ એરબસ જે દ્રિતીય વિશ્વ યુદ્ધના સમયની હતી, તેમનું નામ બદલીને શું રાખ્યું છે?
       -        પૂર્વ વાયુસેનાના પ્રમુખ અર્જુનસિંહ

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

3.        14 એપ્રિલ 2016ના આંતરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિયેશન દ્વારા આયોજિત આવતા વિશ્વ ચૈમ્પિયનશિપમાં ક્યાં એમ્બેસેડરને પસંદ કર્યા?
       -        મેરિકોમ

4.        14 એપ્રિલ 2016ના અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અમેરિકાના કમિશન ઓન એન્હાન્સિંગ નેશનલ સાઈબર સિક્યુરીટીના સદસ્ય માટે કોની નિયુક્તિ કરી છે?
       -         અજય બંગા

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

5.        14 એપ્રિલ 2016 માં લુધિયાણા સ્થિત મોડલ ટાઉનમાં 99 વર્ષના સત્યાનંદ મુંજાલનું મૃત્યુ થઈ ગયું, તે એક પ્રશિદ્ધ....
       -        હીરો સાઇકલ ગ્રુપના સહ સ્થાપક

6.        એપ્રિલ 2016, દેશની સંસદ અનુસાર 9/11 ના હુમલા બાદ આંતકવાદ વિરુદ્ધ યુદ્ધ માટે અમેરિકા સહાયતાના રૂપમાં પાકિસ્તાનને કેટલી રકમ આપી? 1
       -        3 અરબ ડોલર

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

7.        સ્માર્ટ સિટી પરિયોજના હેઠળ વિકસિત કરવાવાળા પહેલા 20 શહેરની ઘોષણા થઇ ગઈ છે. તેમાં ક્યાં રાજ્યનું એક પણ શહેર નથી?
       -        ઉત્તરપ્રદેશ અને બિહાર

8.        સ્માર્ટ સિટી મિશન માટે કેન્દ્રીય પ્રાયોજિત સ્કીમના રૂપમાં કેન્દ્ર સરકાર આગામી 5 વર્ષ માટે કેટલા રૂપિયાની સીમા સુધી મિશનને નાણાકીય સહાયતા આપવાનો પ્રસ્તાવ કર્યો છે?
       -        48000 કરોડ રૂપિયા

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

9.        હાલમાં દ નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે કોને ચુનવામાં આવ્યાં છે?
       -        સુસ્મિતા પાંડે

10.        આર્ડ ઈવન યોજના દિલ્લી સરકાર 15 એપ્રિલ 2016માં આરંભ કરી, તે કેટલા દિવસ માટે આરંભ કરવામાં આવી છે?
       -         15 દિવસ
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫



ગુજરાતી કરંટ અફેર્સ 27 એપ્રિલ(April) 2016 - 124 By GK in Gujarati

1.         14 એપ્રિલ 2016 થી પ્રધાનમંત્રી મોદીને પાયલટ પરિયોજનાના તોર પર આઠ રાજ્યોની 21 બજાર માટે રાષ્ટ્રીય કૃષિ બજારની 'ઈ ટ્રેડિંગ' પોર્ટલનું શુભારંભ કર્યું, રાજ્યોની આ સૂચિમાં કયું રાજ્ય સમ્મેલિત નથી?
      -         પશ્વિમ બંગાળ

2.         14 ફેબ્રુઆરી 2016 માં 69મી બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ્સ (બાફ્ટા)ની જાહેરાત થઇ, આ એવોર્ડ્સમાં 'સર્વશ્રેષ્ઠ ફિલ્મ'નો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો?
      -         ધ રેવેનેંટ

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬


3.         એપ્રિલ 2016 માં કોની ૧૨૫મી જયંતી પર 'ગ્રામ ઉદયથી ભારત ઉદય અભિયાન'નું શુભારંભ કર્યું?
      -         ડૉ. ભીમરાવ આંબેડકર

4.         મહેસુલના આધાર પર વર્ષ 2015-16 માં દેશની સૌથી મોટું માલ લાદાન રેલ્વે ઝોન.....
      -         પૂર્વ તટ રેલ્વે

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

5.         9 એપ્રિલ 2016માં કોણ આંતરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશનનો હેવીવેઇટ એવોર્ડ જીતી લીધો છે?
      -         એન્થોની યહોશૂ

6.         7 એપ્રિલ 2016માં ફીફા દ્વારા સતત વૈશ્વિક રેકિંગમાં ભારતને બે સ્થાનનું નુકશાન થયું, ભારતની વર્તમાન રેકિંગ શું છે?
      -         162

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

7.         9 એપ્રિલ 2016માં ચીન અને પાકિસ્તાન, પાકિસ્તાનમાં સંયુક્ત વાયુ સેના અભ્યાસ શરુ કર્યો. આ અભ્યાસનું નામ શું છે?
      -         શાહીન-5

8.         ગ્રામ ઉદયથી ભારત ઉદય અભિયાન' એક રાષ્ટ્રવ્યાપી અભિયાન, ભારતનાં ક્યાં શહેરમાં શરુ કરવામાં આવી?
      -         મહુ
 
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

9.         14 એપ્રિલ 2016માં પ્રસિદ્ધ 80 વર્ષના ફોટોગ્રાફર મલિક સિદિવેનું નિધન થઈ ગયું, તે ક્યાં દેશ સાથે સબંધિત છે?
      -         માલી

10.         લેટિન અમેરિકી દેશ બ્રાઝિલના સંસદના નિચલા સદનની દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ પર દોસારોપણની કારવાઈ મંજુર કરવામાં આવી, તેમનું નામ શું છે?
      -          ડીલ્મા રોસેફ

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

Wednesday, 27 April 2016

વિશ્વનો ઈંટથી બનેલો સૌથી ઉંચો મિનારો

     કુતુબ પરિસર યુનેસ્કો વિશ્વ ધરોહર તરીકે ઘોષિત છે. કુતુબ મિનાર ભારતનાં દિલ્હી શહેરમાં આવેલ છે. જે લાલ રેતિયા પથ્થર અને આરસપહાણમાંથી બનાવેલ છે. તેનું નામ પ્રથમ તુર્કી સુલ્તાન કુતુબુદ્દીન ઐબકના નામ પરથી પડ્યું, આની ઊઁચાઈ ૭૨.૫ મીટર અને વ્યાસ ૧૪.૩ મીટર છે. જે ઊપર જઈ શિખર પર ૨.૭૫ મી.થઈ જાય છે. હિંદુ અને જૈન મંદિરોના અવશેષોમાંથી બનેલી કુવ્વતુલ-ઇસ્લામ મસ્જિદ છે. મિનારા ની ચારે બાજુ આંગણામાં ભારતીય કળાના ઉત્કૃષ્ટ નમુના છે.

      ૧૩૬૯ માં, વીજળી ટોચ તળ ત્રાટકી, તે સંપૂર્ણપણે નાશ થયો હતો. તેથી ફિરોઝ શાહ તુઘલક પુનઃસંગ્રહ કામ હાથ ધર્યું દર વર્ષે નુકસાનીવાળું તળ બદલીને લાલ રેતિયા પથ્થર અને સફેદ આરસપહાણમાંથી બે નવા માળ બનાવેલ છે. અમુક લોકો એમ માને છે કે આનું નામ બગદાદના પ્રસિદ્ધ સંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકીના નામ પર છે, જે ભારતમાં વાસ કરવા આવ્યાં હતાં. ઇસ્લામના દિલ્હી પર વિજયના પ્રતીકના રૂપમાં બનાવાયો.

      ૧૫૦૫માં ભૂકંપ ને કારણે કુતુબ મિનારને નુકસાન થયું અને તે નુકસાન સિકંદર લોધી દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું. મેજર આર. સ્મિથે કુતુબમિનાર નો જીર્ણોદ્ધાર ૧૮૨૯માં કરાવડાવ્યો હતો.૧ ઓગસ્ટ ૧૯૦૩ના રોજ, ફરીથી ધરતીકંપથી કુતુબ મિનાર ને ગંભીર નુકસાન થયું.  કુતુબ મિનાર પુરાતન દિલ્હી શહેર, ઢિલ્લિકાના પ્રાચીન કિલ્લા લાલકોટના અવશેષો પર બન્યો છે. ઢિલ્લિકા અંતિમ  હિંદુ રાજાઓ તોમર અને ચૌહાણની રાજધાની હતી.

Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
 

Saturday, 23 April 2016

તુલસીશ્યામ

       તુલસી શ્યામ હિંદુ ધાર્મિક સ્થળ છે. જ્યાં મંદિર અને ગરમ પાણી ના કુંડ આવેલા છે. તેની ચોતરફ ગામડું નથી ફક્ત જંગલ જ આવેલું છે. ગુજરાતનું એક મહત્વનું યાત્રા માટેનું સ્થળ છે. તુલસીશ્યામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ જીલ્લાનાં ઉના શહેરથી આશરે ૨૯ કિ.મી દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર,મનને શાંતિ આપનારું છે. જ્યાં પહોચવા માટે ઉનાથી પાકા ડામર માર્ગે ધોકદવા અને જસાધાર થઈને પહોચી શકાય છે. જુનાગઢ શહેરથી તુલસીશ્યામ ૧૨૩ કિ.મી દુર છે. જૂનાગઢથી કેશોદ,વેરાવળ,કોડીનાર અને ઉના થઈને પણ તુલસીશ્યામ જઈ શકાય છે.

       જાલંધર નામનો એક અજેય યોધ્ધો હતો જે ન્યાય માટે યુધ્ધે ચઢેલો હતો. દેવોને તોબાહ પોકરાવી ઇન્દ્રનો ધમંડ એણે ઉતારી નાખ્યો. દેવો તો અમર રહ્યા, મરે નહિ પણ મીનો ભણી ગયા. ભાગ્યા, અને વિષ્ણુ પાસે ગયા. જાલંધરનું યુધ્ધ જોઇને પ્રસન્ન થયા. તેને વરદાન માંગવાનું કહ્યું. તેથી જાલંધરે ભગવાન વિષ્ણુ અને તેમની બહેન લક્ષ્મીજી સાથે પોતાને ત્યાં વાસ કરવા માટે વરદાન માંગ્યું. ભગવાને વરદાન આપતા કહેલું જે દિવસે અધર્મનું આચરણ થશે ત્યારે મારો વાસ નહી હોય. આમ કહીને દેવોને છોડીને વિષ્ણુએ લક્ષ્મી સાથે જાલંધરને ત્યાં સાગરવાસ કર્યો.તુલશીશ્યામમાં ડુંગરા ઉપર ભગવાન વિષ્ણુ અને રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે. અહી એક પ્રતાપી સંતશ્રી દુધાધારી મહારાજ થઇ ગયા તેમણે આ જગ્યા પર પ્રકાશ પડ્યો હતો. આ તપસ્વીને સ્વપ્નમાં ભગવાને દર્શન આપીને કહ્યું કે આ જગ્યાએ એક ખંડિત મૂર્તિ છે તેની તું ફરીથી આ જગ્યાએ પ્રતિષ્ઠા કરજે. આમ, ત્યાં રાયચંદ ભક્ત દ્વારા આ મંદિર બંધાવી આપે છે. સાથે સાથે ગરમ પાણીના કુંડ, અતિથિગૃહ, ધર્મશાળા તેમજ યાત્રિકો માટે જમવાની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.


      અહીં ભાદરવા સુદ અગિયારસે જળઝિલણીના પર્વે મોટો મેળો ભરાય છે. દુરદુરથી લોકો બહોળી સંખ્યામાં આવીને શામજી મહારાજનાં દર્શને ઉમટે છે. આમ સાવઝ-દીપડાના નિવાસની વચ્ચે આવેલુ તુલસીશ્યામમાં છેલ્લા એક હજાર વર્ષથી દીવડો ઝાંખો થયો નથી.





Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
 
 


Friday, 22 April 2016

રામ ભક્ત હનુમાનજીની જન્મજ્યંતિ

      હનુમાનજીને બ્રહ્મચારી તરીકે ગણતરી થાય છે, હનુમાન જયંતિ હિંદુઓનો તહેવાર છે. આ દિવસને હનુમાનજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ પર્વ ભારતમાં વિક્રમ સંવત/ શક સંવત મુજબ ચૈત્ર સુદ પુનમના રોજ મનાવવામાં આવે છે. હનુમાનજીનું ચરિત્ર પરમ પવિત્ર અને મધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે. હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તે “શંકર સુવન” “વાયુપુત્ર” અને “કેશરી નંદન” પણ કહેવાય છે. –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે કલ્પ ભેદથી દરેક સત્ય છે. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સપદી, હનુમાન એટલે વકતૃત્વથકળામાં નિપૂણ. કષ્ટભંજનદેવનું મંદિર ગુજરાતમાં સાળંગપુરમાં આવેલ છે. જે કોઈ વ્યકિત હનુમાનનો ભકત હોય તેને વિપતિ સમયે હનુમાન સહાય કરે છે. શ્રી રામ ભગવાન જેમની સફળતાનો ફાળો મારુતિનંદન હનુમાનજીનો હતો.તેઓ સર્વગુણ હોવા છતાં તેનામાં અભિમાન નહોતું.

          રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયારે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું અઘરું કામ હનુમાનજીને આપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું. હનુમાનજીએ સીતાજીને અશોક વાટિકામાં આત્મહત્યાનાં માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, શ્રીરામે રામાયણમાં કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાન શંકરના ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. 



Image Credits: Wikipedia
Source Credits: Wikipedia