ગીઝાનો મહાન
પિરામીડ એ કેરોની નજીક ગીઝા નેક્રોપોલીસમાં આવેલા ત્રણ પિરામિડમાંનો સૌથી જુનો અને
મોટો પિરામિડ છે. તેને ખુકુનો પિરામિડ કે ચેઓપ્સનો પિરામિડ પણ કહે છે. પ્રાચીન
વિશ્વની અજાયબીઓમાંથી આ એક માત્ર બચેલી અજાયબી છે. એવું માનવામાં આવે છે કે આ
પિરામિડ ઈજીપ્તના રાજા ખુકુના ચોથા વશંજના મકબરા તરીકે બાંધવામાં આવ્યો હતો. તેનું
બાંધકામ લગભગ ૨૦ વર્ષ સુધી ચાલી ઈ.પૂ ૨૫૬૦ની આસપાસ પૂર્ણ થયું હતું. ૩૮૦૦ વર્ષ સુધી આ મહાન પિરામિડ
વિશ્વની સૌથી ઊંચી માનવ નિર્મિત ઈમારત બની રહ્યો હતો.
મૂળ તો આ
પિરામિડ ખાસ સપાટીના લીસા પત્થરોથી ઢંકાયેલો હતો. હાલમાં જે દેખાય છે તે અંદરનું
માળખું છે. તેના પાયાના ભાગમાં આજે પણ આ મૂળ પત્થરો જોવા મળે છે. એવું શોધાયેલ છે
કે આ પિરામિડમાં ત્રણ કક્ષ છે. ગીઝાનો પિરામિડ એ એક સંકુલની મુખ્ય ઈમારત છે, જેમાં
આ ઉપરાંત ખુકુના બે સ્મારક મંદિરો, ખુકુની પત્નીઓના ત્રણ નાના પિરામિડ, બે મંદિરને
જોડતી ઊંચી મર્ગિકા અને પિરામિડની આજુબાજુના ઉમરાવોના નાના મકબરાઓનો સમાવેશ થાય
છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment