ભારતની બેટી કલ્પના ચાવલાનો જન્મ
૧૭ માર્ચ ૧૯૬૨ના રોજ હરિયાણામાં થયો હતો. કલ્પના ચાવલા એક ભારતીય -અમેરિકન પ્રથમ
અવકાશ યાત્રી હતી. તેમણે પ્રથમ ૧૯૯૭માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક
રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી હતી. કલ્પના ચાવલા કોલમ્બિયાના સ્પેસ શટલ
દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતી.
૧૯૯૪માં નાસાએ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે
પસંદગી કરી ત્યારબાદ તે ૧૯૯૬માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા હતા. કલ્પના ચાવલા પ્રથમ
ભારતીય મહિલા અને બીજી ભારતીય અંતરીક્ષયાત્રી વ્યક્તિ હતી. ૧લી ફેબ્રુઆરી ૨૦૦૩ના
રોજ કોલમ્બિયા સ્પેસ શટલ ધરતીથી ૬૩ કિલોમીટર દુર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમ્યાન
તુટી પડ્યું અને તેમાં સવાર સાત યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. નાસા તેમજ સમગ્ર વિશ્વ
માટે આ એક દુઃખદાયક ઘટના હતી. આ અંતરીક્ષયાત્રી તો સિતારોની દુનિયામાં વિલીન થઈ
ગયા પરંતુ તેમના સંશોધનોનો લાભ સમગ્ર વિશ્વને જરૂર મળ્યો. આ રીતે કલ્પના ચાવલાના આ
શબ્દો સત્ય બની ગયા, “ હું અંતરીક્ષ માટે જ બની છું, પ્રત્યેક પળ અંતરીક્ષ માટે જ
વિતાવી છે અને એના માટે જ મરીશ.”
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
No comments:
Post a comment