Thursday, 17 March 2016

ફીફા શું છે?



      ‘ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ’ એ સામાન્ય રીતે ટૂંકાનામ (ફીફા)થી ઓળખાતી સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય મેચોની લોકપ્રિયતા વધતા ૨૦મી સદીની શરૂઆતમાં આ રમત પર નજર રાખવા માટે એક સંસ્થાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેના પરિણામે ૨૧, મે ૧૯૦૪ના રોજ પેરિસમાં ફીફાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા એસોસિએશન ફૂટબોલ, ફૂટસલ અને બીચ સોકરનું આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે. તેનું વડુંમથક સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં આવેલું છે. તેના વર્તમાન પ્રમુખ સેપ્પ બ્લેટર છે. ૧૯૩૦થી યોજાતી ફીફા વિશ્વ કપ જેવી નોંધપાત્ર ફૂટબોલની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો યોજવાની અને તેના સંચાલનની જવાબદારી ફીફા નિભાવે છે. તે સ્વિટ્ઝરલેન્ડના કાયદાઓ હેઠળ રચાયેલ એક સંગઠન છે.

        ફીફા દર વર્ષે સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડીને ફીફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યરનું બિરુદ આપીને પુરસ્કારિત કરે છે. ફીફા હંમેશા આ રમતને ચાલુ રાખવા અને વિશ્વભરમાં તેના વિકાસ માટે સક્રિયપણે રસ લે છે.

Image Credits: Wikipedia
Source Credits: Wikipedia



No comments:

Post a Comment