Monday, 21 March 2016

‘રંગોનો તહેવાર’



        હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, જે ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. હોળી એક ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. જે સામાન્ય રીતે બે દિવસ મનાવવામાં છે, જેમાં પ્રથમ દિવસને હોળી અને બીજા દિવસને ધુળેટી કહેવામાં આવે છે. આ દિવસે સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. હોળીના તહેવારની ઉજવણીને લગતી પૌરાણિક ‘હોલિકા’ અને ‘પ્રહલાદ’ની કથા બહુ જાણીતી છે. હોળીના દિવસે ગામડાઓમાં સાંજના સમયે પાદરમાં કે મુખ્ય ચોકમાં ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાં ગામનાં તમામ લોકો ઢોલ, શરણાઈ જેવા વાજીંત્રો વગાડતાં વાજતે ગાજતે એકઠાં થાય છે, ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે. તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી લોકો દ્વારા તે હોળીની પૂજા અને પ્રદક્ષિણા કરવામાં આવે છે.
     ભારતનાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની રીત અલગ અલગ જોવા મળે છે. પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.




Image Credits: Wikipedia
Source Credits: Wikipedia


No comments:

Post a Comment