Wednesday, 30 March 2016

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ(March) 2016 - 120 By GK in Gujarati

1.       ૧૪ માર્ચ ૨૦૧૬ના લોયડ બિજનેસ ટુડે પ્રો એમ ચૈમ્પિયન ૨૦૧૬ના ૨૦ માં સત્રનો ખિતાબ કઈ ટીમે જીત્યો?
       -          દિલ્લી

2.       પ્રતિષ્ઠિત યુનિવર્સીટી ઓફ કૈનબેરા ના કુલપતિ (વાઈસ ચાંસલર) ક્યાં ભારતીયને નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -          હરગુરદીપ સૈની

ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫

3.       ક્યાં રાજ્યની સરકારે સમાધાન યોજના ને ૧૪ માર્ચ ૨૦૧૬ના મંજુરી આપી છે?
       -          ઉત્તરપ્રદેશ

4.       ઉત્તર પ્રદેશ સરકારને ૧૪ માર્ચ ૨૦૧૬ના બિલ્ડરો સે સબંધિત કઈ યોજનાને મંજુરી આપી?
       -          સમાધાન યોજના

ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫

5.       ૧૫ માર્ચ ૨૦૧૬ના વેટિકન સીટી એ કોને સંતની ઉપાધી દેવાની ઘોષણા કરી?
       -          મધર ટેરેસા

6.       સંતોષ ટ્રોફી ફૂટબોલ ચૈમ્પિયનશીપના ૭૦ માં સંસ્કરણના ફાઈનલ મુકાબલામાં કઈ ટીમે જીત મેળવી છે?
       -          સર્વિસેજ

ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫

7.       કોલમ્બિયામાં સંયુક્ત રાષ્ટ્ર રાજનીતિક મિશનના પ્રમુખ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -          જીન અર્નોલ્ટ

8.       યુરોપ અને બીજા ક્યાં દેશે ૧૪ માર્ચ ૨૦૧૬ના મંગળ ગ્રહ પર અધ્યયન હેતુ સંયુક્ત રૂપથી એક્સોમાંર્સ ૨૦૧૬ અંતરીક્ષ યાનનું પ્રક્ષેપણ કર્યું?
       -          રસિયા

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

9.       માર્ચ ૨૦૧૬માં ઇન્ડિયા કોરપેટ એક્સપો ના ૩૧માં સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
       -          નવી દિલ્લી

10.       ફીના ડ્રાઈવિંગ વિશ્વ કપ ૨૦૧૬નું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
       -          બ્રાજીલ

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

Monday, 21 March 2016

‘રંગોનો તહેવાર’        હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, જે ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. હોળી એક ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. જે સામાન્ય રીતે બે દિવસ મનાવવામાં છે, જેમાં પ્રથમ દિવસને હોળી અને બીજા દિવસને ધુળેટી કહેવામાં આવે છે. આ દિવસે સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. હોળીના તહેવારની ઉજવણીને લગતી પૌરાણિક ‘હોલિકા’ અને ‘પ્રહલાદ’ની કથા બહુ જાણીતી છે. હોળીના દિવસે ગામડાઓમાં સાંજના સમયે પાદરમાં કે મુખ્ય ચોકમાં ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાં ગામનાં તમામ લોકો ઢોલ, શરણાઈ જેવા વાજીંત્રો વગાડતાં વાજતે ગાજતે એકઠાં થાય છે, ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે. તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી લોકો દ્વારા તે હોળીની પૂજા અને પ્રદક્ષિણા કરવામાં આવે છે.
     ભારતનાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની રીત અલગ અલગ જોવા મળે છે. પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia


Friday, 18 March 2016

સામાન્ય જ્ઞાન - ૫૬ By Gk in Gujrati


૧.  ગુજરાત હાઇકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઇ હતી?
-                     ૧૯૬૦

૨.  મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો?
-                     નડિયાદ

૩.  વર્ષ ૨૦૧૧ નું રેલ્વે બજેટ કોણે રજુ કર્યું હતું?
-                     મમતા બેનર્જી

વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૫       

૪.  SEZ નું પૂરું નામ શું છે?.
-                     સ્પેશીયલ ઇકોનોમિક ઝોન 

૫.  GMDC નું પૂરું નામ શું છે?
-                     ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન

૬.  અણુ સબમરીન 'આઈએનએસ ચક્ર' ભારતે કયા દેશ પાસેથી મેળવી છે?
-                     રશિયા

 વિશ્વ ભૂગોળ   

૭.  અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો 'સપ્તક' મહોત્સવ કઈ બાબત સાથે સબંધિત છે?
-                     શાસ્ત્રીય સંગીત

૮.  કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે?
-                     મથુરાની

૯.  રણના ઊંચા ભાગને શું કહે છે?
-                     લાણાસરી

ભારતમાં સૌથી મોટું     

૧૦.  વીર સાવરકરની યાદમાં દર વર્ષે ક્યાં સ્થળે અખિલ દરિયાઈ તરણસ્પર્ધા યોજાય છે?
-                     ચોરવાડ

૧૧.  ડીઝલ એન્જિનની શોધ કોણે કરી?
-                     રૂડોલ્ફ 

૧૨.  અલ્ઝાઈમર રોગ માણસના ક્યાં શરીરને અસર કરે છે?
-                     મગજ

વિજ્ઞાન      

૧૩.  મેરેથોન દોડ કેટલા કિલોમીટરની હોય છે?
-                     ૪૨.૧૯૫

૧૪.  ટી (Tee) શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?
-                    ગોલ્ફ

૧૫.  વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
-                    ૨૭ માર્ચ


સામાન્ય જ્ઞાન - ૨૩            સામાન્ય જ્ઞાન - ૨૪                સામાન્ય જ્ઞાન - ૨૫               

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ(March) 2016 - 119 By GK in Gujarati

1.        કઈ ટીમે ૬ માર્ચ ૨૦૧૬ના સ્ટાર સ્પોર્ટ્સ પ્રો કબડ્ડી લીગના ત્રીજા સંસ્કરણનો ખિતાબ જીત્યો છે?
      -          પટના પાઈરેટ્સ

2.        ગ્રામીણ મહિલા કારોબારિયો ને પ્રોત્સાહન દેવા માટે કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી મેનકા ગાંધી એ ક્યાં ઓનલાઈન પ્લેટફોર્મની શરૂઆત કરી?
      -          મહિલા ઈ હાર્ટ
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫
3.        કઈ ટીમ ને હરાવી ભારતએ છઠીવાર એશિયા ક્રિકેટ કપ જીત્યો?
      -          બાંગ્લાદેશ

4.        મ્યાનમારમાં ૫૩ વર્ષ પછી અસૈન્ય રાષ્ટ્રપતિની નિયુક્તિ થઇ છે એનું નામ શું છે?
      -           હિતેન કયો
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫
5.        ભારતે ક્યાં દેશની સાથે સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ ગરુડ શક્તિ-૪ નો શુભારંભ કર્યો છે?
      -           ઇન્ડોનેશિયા

6.        ક્યાં ખેલાડીએ માર્ચ ૨૦૧૬માં પોતાનો છઠો ઓલ ઇગ્લેન્ડ બેડમિન્ટન ખિતાબ જીત્યો છે?
      -          લીન ડાન
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫
7.        વૈજ્ઞાનિકો દ્વારા ૨૫૦ કરોડ વર્ષ જુના સરીસૃપો ના જીવાસ્મ ક્યાં દેશમાં શોધવામાં આવ્યા?
      -          બ્રાજીલ

8.        જેણે ઉપન્યાસ હોટલ ડુ લેક માટે બુકર પ્રાઈઝ મળ્યું એ લેખિકાનું નામ શું છે જેનું માર્ચ ૨૦૧૬માં નિધન થયું?
      -          અનીતા બ્રુકનર
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫
9.        કોને વર્ષ ૨૦૧૬નો શિક્ષણ ઓસ્કાર કહેવાવાળો ગ્લોબલ ટીચર એવોર્ડ જીત્યો છે?
      -          હનાન અલ હરુબ

10.        ૧૪ માર્ચ ૨૦૧૬ના લોયડ બિજનેસ ટુડે પ્રો એમ ચૈમ્પિયન ૨૦૧૬ નો ૨૦ માં સત્રનો એવોર્ડ કઈ ટીમે જીત્યો?
      -          દિલ્લી
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫Thursday, 17 March 2016

ફીફા શું છે?      ‘ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ’ એ સામાન્ય રીતે ટૂંકાનામ (ફીફા)થી ઓળખાતી સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય મેચોની લોકપ્રિયતા વધતા ૨૦મી સદીની શરૂઆતમાં આ રમત પર નજર રાખવા માટે એક સંસ્થાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેના પરિણામે ૨૧, મે ૧૯૦૪ના રોજ પેરિસમાં ફીફાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા એસોસિએશન ફૂટબોલ, ફૂટસલ અને બીચ સોકરનું આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે. તેનું વડુંમથક સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં આવેલું છે. તેના વર્તમાન પ્રમુખ સેપ્પ બ્લેટર છે. ૧૯૩૦થી યોજાતી ફીફા વિશ્વ કપ જેવી નોંધપાત્ર ફૂટબોલની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો યોજવાની અને તેના સંચાલનની જવાબદારી ફીફા નિભાવે છે. તે સ્વિટ્ઝરલેન્ડના કાયદાઓ હેઠળ રચાયેલ એક સંગઠન છે.

        ફીફા દર વર્ષે સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડીને ફીફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યરનું બિરુદ આપીને પુરસ્કારિત કરે છે. ફીફા હંમેશા આ રમતને ચાલુ રાખવા અને વિશ્વભરમાં તેના વિકાસ માટે સક્રિયપણે રસ લે છે.

Image Credits: Wikipedia
Source Credits: WikipediaTuesday, 15 March 2016

ભારતીય પ્રથમ મહિલા અંતરીક્ષ યાત્રી     ભારતની બેટી કલ્પના ચાવલાનો જન્મ ૧૭ માર્ચ ૧૯૬૨ના રોજ હરિયાણામાં થયો હતો. કલ્પના ચાવલા એક ભારતીય -અમેરિકન પ્રથમ અવકાશ યાત્રી હતી. તેમણે પ્રથમ ૧૯૯૭માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી હતી. કલ્પના ચાવલા કોલમ્બિયાના સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતી.

    ૧૯૯૪માં નાસાએ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી ત્યારબાદ તે ૧૯૯૬માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા હતા. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય અંતરીક્ષયાત્રી વ્યક્તિ હતી. ૧લી ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ કોલમ્બિયા સ્પેસ શટલ ધરતીથી ૬૩ કિલોમીટર દુર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમ્યાન તુટી પડ્યું અને તેમાં સવાર સાત યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. નાસા તેમજ સમગ્ર વિશ્વ માટે આ એક દુઃખદાયક ઘટના હતી. આ અંતરીક્ષયાત્રી તો સિતારોની દુનિયામાં વિલીન થઈ ગયા પરંતુ તેમના સંશોધનોનો લાભ સમગ્ર વિશ્વને જરૂર મળ્યો. આ રીતે કલ્પના ચાવલાના આ શબ્દો સત્ય બની ગયા, “ હું અંતરીક્ષ માટે જ બની છું, પ્રત્યેક પળ અંતરીક્ષ માટે જ વિતાવી છે અને એના માટે જ મરીશ.”
Image Credits: Wikipedia

Source Credits: Wikipedia