સુઝલોન એનર્જી એ ભારતમાં આવેલી વિશ્વસ્તરની પવનઊર્જાની કંપની છે. બજારમાં હિસ્સાની દ્રષ્ટિએ
જોતાં, તે એશિયામાં પવન ચક્કીનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની છે. સુઝલોનની
સ્થાપના તુલસી તંતી દ્વારા ૧૯૯૫માં કરવામાં આવી હતી, તે સમયે તેઓ પોતાના
ટેક્સટાઈલના પારિવારિક ધંધામાં સંકળાયેલા હતા. પોતાની ટેક્સટાઈલ કંપની માટે
ઊર્જાની જરૂરિયાતોને સુરક્ષિત કરવાના આશયથી, રાજકોટમાં તેમણે પોતાના કેટલાક
મિત્રોની મદદથી પવન ઊર્જાના ઉત્પાદન અંગે યોજના ઘડી અને સુઝલોન એનર્જીની સ્થાપના
કરી હતી. કુલ સંપત્તિના સંદર્ભમાં, તે વિશ્વની સૌથી મુલ્યવાન પવન ઉર્જાની કંપની છે,
તેનું મુખ્ય મથક પુણેમાં છે, તેમજ ભારતમાં પણ વિવિધ સ્થળોએ તેના ઉત્પાદન ક્ષેત્રો
આવેલાં છે.
આ કંપની જોડાણ, સ્થાપનાથી માંડીને સંપૂર્ણ
યંત્ર રચના એમ છેવટ સુધીના પવન ઊર્જા ઉત્પાદન પ્રશ્નોના ઉકેલને પુરા પાડે છે. અને
પાંખિયા, જનરેટર, પેનલ, અને ટાવર્સ ઇન-હાઉસનું ઉત્પાદન કરે છે તેમજ ગિઅરબોક્સ તેના
અંશત: માલિકીના ઉદ્યોગ હેન્સેન ટ્રાન્સનિયન દ્વારા અને અત્યંત આધુનિક
ટેકનોલોજીયુક્ત મોટી અથવા દરિયામાં વપરાતી પવનચક્કી તેના તાબા હેઠળની આરઇ પાવર
દ્વારા ઉત્પાદિત કરાવે છે. સુઝલોન વિશ્વમાં સૌથી મોટો વિન્ડ પાર્ક ચલાવે છે, જે
તમિલનાડુના પશ્ચિમી ઘાટમાં છે. અને ૫૦૪ મેગાવોટ વીજળી ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે.
Image Credits: Suzlon.com
Source Credits: Wikipedia
ઉગતો અને આથમતો સૂર્ય લાલ રંગનો દેખાય છે.
સૌથી ભીનાશવાળું વસવાટ સ્થળ
Image Credits: Suzlon.com
Source Credits: Wikipedia
ઉગતો અને આથમતો સૂર્ય લાલ રંગનો દેખાય છે.
સૌથી ભીનાશવાળું વસવાટ સ્થળ
No comments:
Post a comment