Monday, 29 February 2016

સામાન્ય જ્ઞાન - ૫૩ By Gk in Gujrati


૧.  સુપ્રીમ કોર્ટને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે?
 -                 કોર્ટ ઓન રેકર્ડસ

૨.  ભારતીય નાગરિક કયા વર્ષની ઉંમરથી પોતાનો મત આપી શકે?
-                  ૧૮ વર્ષ

૩.  ભારતના મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો હતા?
-                  ૩૯૫ , ૮

ભારત ના રાજ્યો અને મુખ્યમંત્રી  

૪.  કટોકટી દરમ્યાન મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?
-                   જર્મની 

૫.  વિશ્વનું સૌથી મોટું બંધારણ કયા દેશનું છે?
-                   ભારત

૬.  કઈ રેટીંગ એજન્સીએ ભારતનું રેટીંગ ઘટાડીને નેગેટીવ કર્યું છે?
-                  સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ

દેશ અને રાજધાની           

૭.  ઈરડા કયા ક્ષેત્રનું નિયમન કરે છે?
-                 વીમા

૮.  અમેરિકન ગુલામોના મુક્તિદાતા અને રાષ્ટ્રપિતા કોણ?
-                 અબ્રાહમ લિંકન

૯.  પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ) કયા વર્ષમાં મુક્ત થયું?
-                 ઈ.સ.૧૯૭૧

વિશ્વ ભૂગોળ    

૧૦.  વિશ્વ વિખ્યાત શેરલોક હોમ્સના સર્જક કોણ હતા?
-                  આર્થર કોનન ડાયલ

૧૧.  ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે?
-                  સહ્યાદ્રિ

૧૨.  અલિયાબેટ કઈ નદી પર આવેલો છે?
-                  નર્મદા

ભેડાઘાટ - ધુંઆધાર ધોધ

૧૩.  તિબેટ પ્રદેશમાં  કઈ નદીને 'ત્સાંગપો' તરીકે ઓળખાય છે?
-                  બ્રહ્મપુત્રા

૧૪.  સરસ્વતી નદીના તટે આવેલા સિધ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો?
-                 કપિલ

૧૫.  નોબલ પારિતોષિક વિજેતા 'ધી ઓલ્ડ મેન એન્ડ ધી સી' ના લેખક કોણ?
-                 એર્નેસ્ટ હેમિંગ્વે


સામાન્ય જ્ઞાન - ૧૭            સામાન્ય જ્ઞાન - ૧૮               સામાન્ય જ્ઞાન - ૧૯      

બીબીસી પ્રસારણ ભંડોળ કઈ રીતે મેળવે છે?

      ખાનગી માલિકી ધરાવતુ બીબીસીએ રાષ્ટ્રીય સ્તરે પ્રસારણ કરતી દુનિયાની પહેલી સંસ્થા હતી. તેમજ બીબીસી ટેલીવિઝન એ વિશ્વમાં સૌથી જુનું અને મોટામાં મોટું પ્રસારણ કર્તા છે. જેની સ્થાપના ૧૯૨૨માં બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કંપની લિમીટેડ તરીકે થઈ હતી. જે ૨૩,૦૦૦ જેટલા કર્મચારીઓ ધરાવે છે. તેનું પુરુંનામ (બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન) છે. જેનું મુખ્ય મથક લંડનમાં વેસ્ટમિન્સ્ટેર શહેરનાં બ્રોડકાસ્ટિંગ હાઉસમાં આવેલ છે. તેની સ્થાપના ૧૮ ઓક્ટોમ્બર ૧૯૨૨માં થઈ હતી. બીબીસી યુકેની જાહેર ભંડોળ દ્વારા ચલાવવામાં આવતા રેડિયો, ટેલિવિઝન અને ઈન્ટરનેટ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન છે. તે વાર્ષિક ટેલિવિઝન ખર્ચ લાયન્સ ફી દ્વારા ભંડોળ મેળવે છે. તેમજ બ્રિટીશ સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આ ફીનું સ્તર નિશ્ચિત કરવામાં આવે છે. તે યુકે અને વિદેશોમાં વિવિધ ટેલિવિઝનની ચેનલ અને રેડિયો સ્ટેશન ચલાવે છે. બીબીસી આંતરરાષ્ટ્રીય ટેલિવિઝન ન્યુઝ સર્વિસ, બીબીસી વર્લ્ડ ન્યૂઝનું વિશ્વભરમાં પ્રસારણ થાય છે. અને વર્લ્ડ સર્વિસ રેડીઓ નેટવર્ક વેશ્વિક ધોરણે ૩૩ ભાષામાં પ્રસારણ કરે છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

વિશ્વનો સૌથી દાનવીર વ્યક્તિ 
ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન

Friday, 26 February 2016

ફેસબુક સહસ્થાપક માર્ક ઝુકરબર્ગ

      માર્ક ઇલિયટ ઝુકરબર્ગ એક અમેરિકન ઉદ્યોગસાહસિક અને જાણીતા સોશિઅલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સહસ્થાપક તરીકે જાણીતા છે. ઝુકરબર્ગ હાર્વર્ડમાં અભ્યાસ કરતા સહવિદ્યાર્થીઓ સાથે મળીને ફેસબુકની સ્થાપના કરી. તેઓ ૨૦૧૫માં ૪૫ અબજ ૪૦ કરોડ ડોલરની વ્યક્તિગત સંપત્તિ સાથે હાલમાં અમેરિકાના ૭માં અબજોપતિ છે.
     ઝુકરબર્ગ ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ તેના હાર્વર્ડ ડોર્મ રૂમમાંથી ફેસબુકની રજૂઆત કરી હતી ફેસબુકનો વિચાર તેમના ફિલીપ્સ એક્ઝેટર એકેડેમી ખાતેના દિવસોમાંથી આવ્યો છે, જેમાં મોટા ભાગની કોલેજો અને સ્કૂલોની જેમ બધા જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય કર્મચારીઓની તસવીરો સાથેની એક વાર્ષિક ડિરેક્ટરી બહાર પાડવાની જૂની અને લાંબી પરંપરા હતી, જે “ફેસબુક” તરીકે જાણીતી હતી. એકવાર કોલેજમાં ઝુકેરબર્ગની ફેસબુકનો ફક્ત હાર્વર્ડ પુરતો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો જ્યાં સુધી તેમણે ફેસબુકને અન્ય શાળાઓ સુધી વિસ્તારવાનો નિર્ણય લીધો નહોતો. ત્યારબાદ ૨૪ મેં ૨૦૦૭ના રોજ, ઝુકરબર્ગ ફેસબુક પ્લેટફોર્મની જાહેરાત કરી, જે ફેસબુકમાં સોશિયલ એપ્લીકેશન્સની રચના માટેના પોગ્રામિંગ માટે વિકસીત પ્લેટફોર્મ છે. આજે સમગ્ર વિશ્વમાં ફેસબુક પ્લેટફોર્મ માટે એપ્લીકેશન્સ બનાવતા ૮,૦૦,૦૦૦થી વધારે ડેવલોપરો છે. ૨૩ જુલાઈ ૨૦૦૮ના રોજ, ઝુકરબર્ગ વપરાશકર્તાઓ માટે ફેસબુક પ્લેટફોર્મના સંસ્કરણ, ફેસબુક કનેક્ટની જાહેરાત કરી.


Wednesday, 24 February 2016

વિશ્વનો સૌથી દાનવીર વ્યક્તિ

       વોરન એડવર્ડ બફેટ એક અમેરિકન રોકાણકાર, ઉદ્યોગપતિ અને દાનેશ્વરી છે. તેમનો જન્મ ૩૦ ઓગસ્ટ ૧૯૩૦માં અમેરિકામાં થયો હતો. તેઓ ઇતિહાસના સૌથી સફળ રોકાણકારોમાંના એક, પ્રાથમિક શેરહોલ્ડર અને (CEO) છે. અને વર્ષ ૨૦૦૮માં ફોબર્સ દ્વારા અંદાજે ૬૨ બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યાં હતા.
      બફેટને ઘણીવાર “ઓરેકલ ઓફ ઓમાહા” અથવા “સેગ ઓફ ઓમાહા” કહેવામાં આવે છે અને તેઓ મુલ્યઆધારિત રોકાણને વળગી રહેવાની વૃતિ અને અઢળક સંપત્તિ હોવા છતાં તેમની વ્યક્તિગત કરકસરવૃતિને કારણે જાણીતા છે. બફેટ જાણીતા દાનેશ્વરી પણ છે અને તેમણે ગેટ્સ ફાઉન્ડેશનને તેમની સંપત્તિના ૮૫ ટકા દાનમાં આપવાનું વચન આપ્યું છે. અને તેઓ ગ્રિનેલ્લ કોલેજના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના એક સભ્ય તરીકે પણ સેવા આપે છે. જુન ૨૦૦૬માં બફેટે આશરે ૧૦ મિલિયન બર્કશાયર હેથવે શ્રેણી બીના શેર બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને આપી દીધા અને તેને પગલે તે ઇતિહાસનું સૌથી મોટું દાન અને બફેટ ફિલાન્થ્રોકેપિટાલિઝમ ક્રાંતિના એક અગ્રણી બની ગયા. ૨૦૦૭માં, તેમને ટાઈમ્સના વિશ્વના ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.


Image Credits: Wikipedia
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન

Tuesday, 23 February 2016

સામાન્ય જ્ઞાન - ૫૨ By Gk in Gujrati


૧.  ગાંધીજીએ અભ્યાસ કરેલ સર આલ્ફેડ હાઇસ્કુલ કયા શહેરમાં આવેલી છે?
-                 રાજકોટ

૨.  ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાતના નેતા તરીકે બહાર આવ્યા,તે પૂર્વે કઈ જગ્યાએ રચનાત્મક આશ્રમ સંભાળતા હતા?
-                નૈનપુર

૩.  ગુજરાત આશરે કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે?
-                ૧૬૦૦ કિ.મી.

ગુજરાત          

૪.  ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઈ?
-                મરાઠી

૫.  અડાલજનું પ્રાચીન નામ કયું છે?
-                ગઢ પાટણ

૬.  સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે?
-                અમદાવાદ

 કચ્છ ના જોવાલાયક સ્થળો   

૭.  ડાકોર કયા જિલ્લામાં આવેલું છે?
-                ખેડા

૮.  કાળો ડુંગર ગુજરાતમાં ક્યાં આવેલો છે?
-               કચ્છ

૯.  એનબીએફસીનું પુરું નામ....
-               નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની

વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન      

૧૦.  ઓઝોનના સ્તરમાં ગાબડું પાડવા માટેનો સૌથી અગત્યનો ભાગ કોણ ભજવે છે?
-               ક્લોરો ફ્લોરો કાર્બન

૧૧.  રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન માટે જાણીતું છે?
-                 ચિત્રકલા

૧૨.  'હરિજન સેવક સંઘ' ની સ્થાપના કોણે કરી હતી?
-                 ગાંધીજી

ભારતમાં પ્રથમ ઉદ્યોગો ની સ્થાપના  

૧૩.  'અજંતા' ક્લોક સાથે કયા ઉદ્યોગપતિ સંકળાયેલ છે?
-                 ઓધવજીભાઈ પટેલ

૧૪.  વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
-                 મહી નદી

૧૫.  અંબાજી માતાના દર્શન માટે ભક્તો સામાન્ય રીતે કયા માસમાં પગપાળા દર્શન કરવા જાય છે?
-                ભાદરવો


સામાન્ય જ્ઞાન - ૧૪                 સામાન્ય જ્ઞાન - ૧૫                    સામાન્ય જ્ઞાન - ૧૬

Monday, 22 February 2016

વિશ્વનો સૌથી મોટો સાહિત્યિક ગ્રંથ

      ‘મહાભારત’એ વિશ્વનો સૌથી મોટો સાહિત્યિક ગ્રંથ છે. તે મુનિ વેદવ્યાસ દ્વારા લખાયેલું એક મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ હિંદુ ધર્મનો એક ગ્રંથ જ નથી,પણ એક શબ્દકોશ છે. એવું કહેવાય છે કે, જો કોઈ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિંદુ ધર્મનું પૂર્ણ જ્ઞાન થઈ જાય છે. આ ગ્રંથનું મુળનામ ‘જય’ ગ્રંથ હતુ અને પછી તે ‘ભારત’ અને ત્યારબાદ ‘મહાભારત’ તરીકે ઓળખાયો.
     આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક,પૌરાણિક,ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે, અને તે વિશ્વનો સૌથી મોટો સાહિત્યિક ગ્રંથ છે. જેમાં લગભગ ૧,૦૦,૦૦૦ જેટલા શ્લોક છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં જ વિશ્વને માર્ગદર્શક એક ભગવદ્દગીતા સમાયેલી છે.


Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

પ્રાકૃતિક શિવલિંગ
"૧૦૦ મિલિયન લોકો કુંભનામેળે!!!!!" 
આવો જાણીએ ..... વેદ કથા !

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી (february) 2016 - 117 By GK in Gujarati

1.        આમીર ખાન દ્વારા સ્થાપિત કઈ સંસ્થાએ મહારાષ્ટ્રમાં પાણીની કમી ને પૂરું કરવા માટેનો આરંભ કર્યો છે?
         -      પાણી ફાઉન્ડેશન

2.        ફ્રેબુઆરી ૨૦૧૬ના બીજા અઠવાડિયામાં એપ્પલ ઇક દ્વારા ભારતના હૈદરાબાદમાં ક્યાં પ્રકારની કંપનીની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી?
         -      તકનીકી વિકાસ કેન્દ્ર
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫

3.        ૧૭ ફ્રેબુઆરી ૨૦૧૬ના દિલ્લીમાં નવા પોલીસ આયુક્ત કોને ઘોષિત કરવામાં આવ્યા?
         -      આલોક વર્મા

4.        સ્વચ્છ ભારત સર્વેક્ષણ ૨૦૧૬ના જાહેર પરિણામ મુજબ ક્યાં શહેરને સૌથી વધારે સ્વચ્છ શહેર ઘોષિત કરવામાં આવ્યું?
         -      મૈસુર
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫

5.        સ્વચ્છ ભારત સર્વેક્ષણ ૨૦૧૬ના જાહેર પરિણામ મુજબ ક્યાં શહેરને સ્વચ્છતાના ક્ષેત્રમાં સૌથી અંતિમ સ્થાન પ્રાપ્ત થયું?
         -      ધનબાદ

6.        ફ્રેબુઆરી ૨૦૧૬માં કઈ ટીમે ૩૬માં નેશનલ ચેસ ટીમ ચૈમ્પિયનશિપનો ખિતાબ જીત્યો?
         -      ઇન્ડીયન રેલવે
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫

7.        ૧૫ ફ્રેબુઆરી ૨૦૧૬ના ચીને ક્યાં દેશની સાથે સિલ્ક રોડના શુભારંભ કરવા માટે રેલ સેવાનો આરંભ કર્યો?
         -      ઈરાન

8.        ફ્રેબુઆરી ૨૦૧૬માં સરકારને ડાકઘર લઘુ બચત યોજના પર કેટલા ટકા વ્યાજ દર ઘટાડ્યો છે?
         -      ચોથો ભાગ
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

9.        સયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બુતરસ ઘાલીનું ૯૩ વર્ષની ઉમરમાં નિધન થયું એ ક્યાં દેશના નિવાસી હતા?
         -       મિસ્ત્ર

10.        ફ્રેબુઆરી ૨૦૧૬માં ભારતે ક્યાં દેશને એશિયા બેડમિન્ટન ચૈમ્પિયનસીપમાં પહેલી વાર હરાવ્યો?
         -       ચીન
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

Friday, 19 February 2016

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી (february) 2016 - 116 By GK in Gujarati

1.       ફ્રેબુઆરી ૨૦૧૬માં વિપ્રો એ અમેરિકાની કઈ કંપની સાથે સમજોતા કરવાની ઘોષણા કરી છે?
       -        હેલ્થ પ્લાન સર્વિસેજ

2.       પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૩ ફ્રેબુઆરી ૨૦૧૬ના ક્યાં શહેરમાં પહેલા મેક ઇન ઇન્ડિયા સપ્તાહ નું ઉદ્ઘાટન કર્યું?
       -        મુંબઈ
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫

3.       ટેરી બોર્ડને આર કે પચૌરી ણી જગ્યાએ ક્યાં નવા ચેરમૈન નિયુક્ત કર્યા છે?
       -        અશોક ચાવલા

4.       ભારતમાં સોસીયલ મીડિયા સાઈટ ફેસબુક એ પોતાના ક્યાં વિવાદિત પ્રોજેક્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે?
       -        ફ્રી બેઝીક સેવા
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫

5.       ૧૨માં દક્ષિણ એશિયાઈ ખેલોમાં મહિલા હોકી ટીમનું સુવર્ણ પદક ક્યાં દેશે જીત્યું?
       -        ભારત

6.       કેન્દ્ર સરકારે સેબીના વર્તમાન ચેયરમેનનો કાર્યકાલ એક વર્ષ માટે વધારી દીધો છે એનું નામ શું છે?
       -        યુકે સિંહ
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫7.       ફ્રેબુઆરી ૨૦૧૬ માં દિલ્લી વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -        યોગેશ કુમાર ત્યાગી

8.       ૧૬ ફ્રેબુઆરી ૨૦૧૬ ના દક્ષિણ એશિયાઈ ખેલોમાં ભારતીય કબડ્ડી ટીમે ક્યાં દેશને હરાવી સુવર્ણપદક જીત્યો છે?
       -        પાકિસ્તાન
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

9.       ભારતે ૧૬ ફ્રેબુઆરી ૨૦૧૬ના ચાંદીપુરના એક પરીક્ષણ કેન્દ્રથી ક્યાં મિસાઈલનું પ્રાયોગિક પરીક્ષણ કર્યું?
       -        પૃથ્વી ૨

10.       અંડર-૧૯ વિશ્વકપ ક્રિકેટના ફાઈનલમાં વેસ્ટઇન્ડીઝ એ ક્યાં દેશને હરાવ્યા?
       -         ભારત
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

Thursday, 18 February 2016

સાહિત્યકાર અને લેખકો


૧.  ગૌરીશંકર જોશીનું ઉપનામ શું હતું?
-                     ધૂમકેતુ

૨.  'સુંદરમ્' ઉપનામથી જાણીતા લેખક કોણ?
-                     ત્રિભુવનદાસ

૩.  દીર્ધકાવ્ય 'વિશ્વ શાંતિ' ના સર્જક કોણ?
-                     ઉમાશંકર જોશી

સાહિત્ય અને લેખકો   

૪.  'માનવીની ભવાઈ' ના લેખક કોણ?
-                    પન્નાલાલ પટેલ

૫.  'ધ્વનિ' કાવ્ય સંગ્રહના લેખક કોણ?
-                    રાજેન્દ્ર શાહ

૬.  'જનમટીપ' જેવી તળપદી ગ્રામકથાઓના સર્જક કોણ?
-                   ઈશ્વર પેટલીકર

કનૈયાલાલ મુનશી    

૭.  ગુજરાતના 'ગાલિબ' તરીકે ઓળખાતા રૂઆબદાર ગઝલકાર કોણ?
-                   મરીઝ
 
૮.  'ચકોર' ના ઉપનામથી જાણીતા ગુજરાતના શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ કોણ?
-                   બંસીલાલ વર્મા

૯.  ગુજરાતી પ્રજાને વિજ્ઞાતાભિમુખ કરવાની દિશા આપનાર અને 'સફારી' ના સર્જક કોણ?
-                    નગેન્દ્ર વિજય

પ્રેમચંદ  

૧૦.  'મારા અનુભવો' ના લેખક કોણ?
-                   સ્વામી સચ્ચિદાનંદ

૧૧.  'સ્નેહરશ્મિ' તખલ્લુસ કયા કવિનું છે?
-                  ઝીણાભાઈ દેસાઈ

૧૨.  ગુજરાતી સોનેટના પિતા કોને કહેવામાં આવે છે?
-                   બ. ક. ઠાકોર

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર     


૧૩.  'નિશીથ' કાવ્ય સર્જન કોનું છે?
-                   ઉમાશંકર જોશી

૧૪.  'ઘાયલ' તખલ્લુસ કયા ગઝલકારનું છે?
-                  અમૃતલાલ
 
૧૫.  કયા કવિને ‘આખ્યાન કવિ શિરોમણી' નું ઉપનામ મળ્યું છે?
-                  પ્રેમાનંદ


જ્ઞાનપીઠ એવોર્ડ                ધર્મવીર ભારતી                પ્રસિદ્ધ સાહિત્યકાર અને તેના ઉપનામ
  
                           ધુમ્મસ કઈ રીતે રચાય છે?

       સામાન્ય રીતે જોઈએ તો, ધુમ્મસ એટલે શિયાળાની વહેલી સવારે જોવા મળતું ધૂંધળું વાતાવરણ. ધુમ્મસ ક્યારેક એટલું ઘટ્ટ હોય છે કે દસ ફૂટના અંતરની વસ્તુ પણ જોવામાં મુશ્કેલી પડતી હોય છે. અને વાદળની વચ્ચે ઉભા હોઈ એવો આભાસ થાય છે. ધુમ્મસના કારણે દૈનિક વાહન વ્યવહારમાં ભારે વિટંબણાઓ સર્જાય છે.
     ખુલ્લી હવામાં પાણીનું સતત બાષ્પીભવન થતું હોય છે. પાણીના રેણુઓ વરાળ બનીને હવામાં ભળતાં હોય છે,  જેનું પ્રમાણ ઉષ્ણતામાન અને હવામાં રહેલા ભેજ પર આધાર રાખે છે. રાત્રી દરમ્યાન ઉષ્ણતામાન નીચું જવાને કારણે આ પ્રક્રિયા મંદ પડે છે અને હવામાં પાણીના ઝીણાં ફોરાં એકત્રિત થાય છે, જે સવારે વાતાવરણને ધુંધળું બનાવે છે. આને ધુમ્મસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સૂર્યોદય થયા પછી તાપમાનમાં વધારો થતાં વાતાવરણમાં રહેલું પાણી બાષ્પીભવન થઈ ઉડી જાય છે અને વાતાવરણ ફરી સ્વચ્છ બને છે. 


Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
 

Monday, 15 February 2016

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન

     (ઈસરો) ‘ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન’ એ ભારતનું રાષ્ટ્રીય અંતરીક્ષ સંસ્થાન કેન્દ્ર છે. જેનું મુખ્ય મથક બેંગલોર ખાતે આવેલ છે. તેની સ્થાપના ૧૫ ઓગસ્ટ ૧૯૬૯માં કરવામાં આવી હતી. તેમાં વર્તમાન ચેરમેન પદ પર શ્રી. જી. નૈયર છે. અહીં ભારતીય તેમજ ભારતની બહારના અવકાશયાન પણ અવકાશમાં મોકલવામાં આવે છે. ઈસરોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી ૬ સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં તેની સાથે NASA, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે. તેનો પ્રાથમિક હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો અને તેના એપ્લિકેશન્સનો ઉપયોગ રાષ્ટ્રીય લાભ માટે કરવાનો છે.
   ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને ઈસરો દ્વારા બાંધવામાં આવ્યું હતું અને ૧૯૭૫માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.


Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

દુનિયાનું સૌથી મોટું વૈભવી પેસેન્જર જહાજ
આંતરાષ્ટ્રીય ઓઝોન દિવસ
ખરતા તારા શું છે?

Friday, 12 February 2016

સામાન્ય જ્ઞાન - ૫૧ By Gk in Gujrati


૧.  ભારતના બંધારણ દ્વારા રાષ્ટ્રધ્વજની ડીઝાઈન ક્યારે અપનાવવામાં આવી?
-                   ૨૨મી જુલાઈ, ૧૯૪૭

૨.  ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી કયારે ઉજવવામાં આવે છે?
-                   ૧૪મી એપ્રિલ

૩.  'શાંતિ નિકેતન' આ સ્થળ કોની યાદ અપાવે છે?
-                   રવિન્દ્રનાથ ટાગોર

રાણી લક્ષ્મીબાઈ            લાલા લજપતરાય      

૪.  'વોલ સ્ટ્રીટ' કયાં આવેલી છે?
-                   ન્યુયોર્ક

૫.  'રિવર્સ રેપો રેટ'નું નિયમન કોણ કરે છે?
-                  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

૬.  માહિતી અધિકાર અધિનિયમન કયા વર્ષથી અમલમાં મુકાયેલ છે?
-                  વર્ષ:૨૦૦૫

ભારતના ૧૨ જ્યોર્તિલિંગ       

૭.  ફતેહપુર સિક્રી કયા મુઘલ રાજવી સાથે સંકળાયેલું છે?
-                   અકબર

૮.  બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ?
-                  કર્ણાટક

૯.  શ્રીરંગઅવધૂતનો આશ્રમ કઈ નદીના કિનારે આવેલો છે?
-                  નર્મદા

પ્રમુખ ચિહ્ન અને તેના સંકેતો      

૧૦.  કવાંટ મેળો ક્યાં ભરાય છે?
-                  છોટા ઉદેપુર

૧૧.  રમઝાન માસનો આરંભ કયાં માસમાં થાય?
-                 સપ્ટેમ્બર

૧૨.  'લોહરી' ઉત્સવ કયા રાજ્યનો છે?
-                પંજાબ

 વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન    

૧૩.  'ડર્મેટોલોજી' કયા વિષયનું શાસ્ત્ર છે?
-                 ચામડી

૧૪.  પ્રાણાયામમાં 'કુંભક' નો અર્થ......... .
-                 શ્વાસ રોકવો

૧૫.  'સિંઘમ' ફિલ્મમાં કયા અભિનેતાએ પ્રમુખ ભૂમિકા નિભાવી છે?
-                અજય દેવગણ


સામાન્ય જ્ઞાન - ૧૧              સામાન્ય જ્ઞાન - ૧૨                  સામાન્ય જ્ઞાન - ૧૩

Thursday, 11 February 2016

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી (february) 2016 - 115 By GK in Gujarati

1.         ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ ના સુંદર પીચાઈ બન્યા અમેરિકાના સૌથી વધારે પૈસા કમાવવા વાળા વ્યક્તિ એ કઈ કંપનીથી જોડાયેલ છે?
       -         ગુગલ

2.         ૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ બ્રિટેનમાં ક્યાં તુફાને ભયંકર તબાહી મચાઈ?
       -         એમોઝેન તુફાન

ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫

3.         ૧૨ માં દક્ષિણ એશિયાઈ ખેલોનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યા?
       -         શિલોંગ

4.         ફ્રેબુઆરી ૨૦૧૬ના ઇન્ડીયન ઓયલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા ખોલવામાં આવેલ ઓડીસા માં પારાદીપ ઓયલ રીફાઇનરીનો શુભારંભ કોને કર્યો?
       -         નરેન્દ્ર મોદી

ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫

5.         ૭ ફ્રેબુઆરી ૨૦૧૬ના ભારત અને ઓસ્ટ્રેલીયાની મહિલા ક્રિકેટ ટીમ વરચે રમવામાં આવેલ ત્રણ મેચોની શ્રુખલાની ફાઈનલ મેચ ક્યાં રમવામાં આવી?
       -         હોર્બોટ

6.         ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ના નેપાળના ક્યાં પ્રધાનમંત્રીનું નિધન થયું?
       -         સુશીલ કોઈરાલા

ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫

7.         ૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ એશિયા કુશ્તી મહાસંઘના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા?
       -         બૃજ્ભુષણ શરણ સિંહ

8.         વિશ્વ બેંક મુજબ ૨૦૧૫માં વિદેશોમાંથી સૌથી વધારે ધન પ્રાપ્ત કરવાવાળો કયો દેશ પહેલા સ્થાન પર છે?
       -         ભારત

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

9.         ગુજરાતના ક્યાં શહેરમાં દેશની પહેલી રેલવે યુનીવર્સીટી ખોલવામાં આવશે?
       -         વડોદરા

10.         યુપીના મંત્રી કૈલાસ યાદવનું ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ના નિધન થયું એ નિધન સમયે ક્યાં વિભાગથી સબંધિત હતા?
       -         પંચાયતી રાજ
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

Wednesday, 10 February 2016

‘ઈકાનું ખોવાયેલ શહેર’

     માચુપીચુ એક પૂર્વ-કોલમ્બીયન ઈંકા સામ્રાજ્યનું ક્ષેત્ર છે જે સમુદ્ર સપાટીથી ૨,૪૩૦ મીટરની ઉંચાઈ પર આવેલ છે. આ સ્થળ પેરૂમાં આવેલ ઉરુબામાના ખીણ પ્રદેશ જ્યાંથી ઉરુબામા નદી વહે છે, તેની ઉપરના શિખરની ધાર પર સ્થિત છે. જેને મોટે ભાગે ‘ઈંકાના ખોવાયેલ શહેર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ઈંકા સામ્રાજ્યનું એક ચિહ્ન રૂપ બની ગયું છે.
      આ સ્થળ પર ઈ.સ. ૧૪૩૦ની આસપાસ ઈંકાઓએ બાંધકામ શરૂ કર્યું. પરંતુ તેના ૧૦૦ વર્ષ પછી ઈંકા સામ્રાજ્ય પર સ્પેનિશના વિજય પછી ઈંકાઓએ આ સ્થળને છોડી દીધું. માચુપીચુ સ્થાનિક રીતે તો જાણીતું હતું, પરંતુ ૧૯૧૧ પહેલાં તે વિશ્વથી અજ્ઞાત હતું. ત્યારબાદ હીરમ બીંગહેમ નામના અમેરીકન ઈતિહાસકારે તેની શોધ કરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન આકર્ષિત કર્યું. ત્યારથી, માચુપીચુ એક મહત્વપૂર્ણ પ્રવાસી આકર્ષણ બની ગયેલ છે. ત્યારબાદ ૧૯૮૧માં માચુપીચુ પેરુનું ઐતિહાસિક અભયારણ્ય અને ૧૯૮૩માં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું. માચુપીચુને પરંપરાગત ઈંકાશલિમાં બાંધવામાં આવ્યું હતું, અને ચકચકીત સુકી-પાષાણ ભીંત એ તેની મહત્વની ખાસિયત છે.

Image Credits: Wikipedia 

Tuesday, 9 February 2016

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી (february) 2016 - 114 By GK in Gujarati

1.       ૩ ફ્રેબુઆરી ૨૦૧૬ ના ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડી ને ક્યાં રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -         ગુજરાત

2.       ભારતના ક્યાં રાજ્યમાં દેશનો પહેલો એવિએશન પાર્ક બનાવવામાં આવશે?
       -         ગુજરાત

ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫

3.       કઈ જગ્યા પર કેન્દ્ર સરકારે દેશની પહેલી જૈવિક ખેતી અનુસંધાન સંસ્થાની સ્થાપના કરી?
       -         ગંગટોક

4.       ૫ ફ્રેબુઆરી ૨૦૧૬ના ક્યાં દેશમાં આવેલ ૬.૫ તીવ્રતા ના ભૂકપના કારણે ભારી નુકસાન થયું છે?
       -         તાઇવાન


ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫


5.       ક્યાં દેશે સ્વતંત્રતા દિવસના ઉત્સવ પર તમિલ ભાષમાં ગાવામાં આવેલ રાષ્ટ્રગાન પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે?
       -          શ્રીલંકા

6.       સિયાચીન ગ્લેશિયરમાં આવેલ બર્ફીલા તૂફાનમાં ફસાયેલ ભારતીય સેનાના કેટલા જવાનો શહીદ થયા?
       -         ૧૦

ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫

7.       ૬૧માં રાષ્ટ્રીય સ્કુલ એથ્લેટિકસ ચૈમ્પિયનશિપમાં ક્યાં રાજ્યે વિજય પ્રાપ્ત કર્યો?
       -         કેરલ

8.       ફ્રેંચ સીડીકેત ઓફ સિનેમા ક્રિટીક્સ - ૨૦૧૬માં સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ નો એવોર્ડ કઈ ભારતીય ફિલ્મને દેવામાં આવ્યો?
       -         તિતલી

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

9.       ક્યાં વ્યાપારિક સમૂહની અસેટ મેનેજમેન્ટ કંપનીને મ્યુચ્યુઅલ ફંડ કારોબર શરુ કરવા માટે બજાર નિયામક સેબી એ મંજુરી દીધી?
       -         મહિન્દ્ર ગ્રુપ

10.       ક્યાં સેના પ્રમુખનું ૩૦ જાન્યુઆરી ૨૦૧૬ના નિધન થયું?
       -         કૃષ્ણ રાવ

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

Monday, 8 February 2016

સામાન્ય જ્ઞાન - ૫૦ By Gk in Gujrati

૧.  પ્લાસીના યુધ્ધમાં કયા બ્રિટિશ ગવર્નરે સિરાજ-ઉદ-દૌલાને હરાવી બ્રિટિશ શાસનનો પાયો નાખ્યો હતો?
-                      રોબર્ટ ક્લાઈવ

૨.  યમુના નદી પર આવેલ 'રાજઘાટ' કોનું સમાધિ સ્થળ છે?
-                      મહાત્મા ગાંધી

૩.  'આરામ હરામ હૈ' આ સૂત્ર કોણે આપ્યું છે?
-                      જવાહરલાલ નહેરુ

સુભાષચંદ્ર બોઝ             સ્વામી વિવેકાનંદ       

૪.  'શાંતિદૂત' કોને કહેવામાં આવે છે?
-                     જવાહરલાલ નેહરુ

૫.  માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં આવેલા છે?
-                     ભાગ-૪

૬.  શ્રીહરિકોટા શેના માટે જાણીતું છે?
-                    સેટેલાઈટ લોન્ચીંગ સેન્ટર

વિશ્વનું ભૂગોળ    

૭.  ઓસ્ટ્રિયાની રાજધાની કઈ છે?
-                   વિયેના

૮.  ડેન્માર્કનું ચલણી નાણું કયું છે?
-                  ક્રોન

૯.  'વાઘા બોર્ડર' કયા બે દેશ વચ્ચે આવેલી છે?
-                  ભારત-પાકિસ્તાન

 હિન્દુ ધર્મ            સ્વામિનારાયણ ધર્મ      

૧૦.  ભગવાન બુદ્ધ કયાં રાજ્યના રાજકુમાર હતા?
-                  કપિલવસ્તુ

૧૧.  'પોસ્ટ-ઓફીસ' એ પ્રસિદ્ધ વાર્તાના લેખક કોણ?
-                  ધૂમકેતુ 

૧૨.  કાળિયાર અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
-                  ભાવનગર

કચ્છ ના જોવાલાયક સ્થળો   

૧૩.  ખજૂરાહોના મંદિરો ક્યા રાજયમાં આવેલા છે ?
-                  મધ્યપ્રદેશ

૧૪.  ક્રિકેટનો પ્રથમ વર્લ્ડ કપ કયા વર્ષમાં રમાયો હતો?
-                  ૧૯૭૫

૧૫.  ઓલિમ્પિક રમતોત્સવ દર કેટલા વર્ષે યોજાય છે?
-                  દર ચાર વર્ષે


સામાન્ય જ્ઞાન - ૧૬                  સામાન્ય જ્ઞાન - ૧૭                         સામાન્ય જ્ઞાન - ૧૮

પ્રાકૃતિક શિવલિંગ

     હિન્દુઓનું એક મહત્વનું અને પવિત્ર તીર્થસ્થળ એટલે અમરનાથ. તે શ્રીનગરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિમી. દુર સમુદ્રતટથી ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઉંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે, અને તે ૧૧ મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ પણ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.
    અહીંની મુખ્ય વિશેષતા એ છે કે પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે તેને સ્વયંભૂ હિમાની શિવલિંગ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં પ્રાકૃતિક અને પવિત્ર હિમલિંગ દર્શન માટે અહીં લાખો લોકો આવે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ઉપરથી ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના સંપૂર્ણ આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે.