વર્તમાન સમયમાં વધતા જતા ગ્લોબલ વોર્મિંગના પ્રમાણના કારણે પર્યાવરણમાં તેમજ
આપણી ઋતુઓમાં વધુ પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આ કારણોસર મોટાભાગે શહેરના
લોકો કુદરતના શરણે નમવા લાગ્યા છે. અને કુદરતની આસપાસ વધુને વધુ કેવી રીતે રહેવું
તે પસંદ કરવા લાગ્યા છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડતી ઈમારત પેરિસમાં જોવા મળે
છે. આ ઈમારતને ‘ફ્લાવર ટાવર’ તરીકે ઓળખવામાં આવે છે.
Source Credits: News
ફ્રાન્સની રાજધાની અને
એફિલટાવર માટે પ્રખ્યાત પેરીસ એ જીડીપી અનુસાર વિશ્વમાં ૫ માં સ્થાને તેની અનોખી
ઈમારતોના કારણે ખુબ જાણીતું છે. ત્યાં એક દસ માળ ઊંચી ઈમારત આવેલી છે, જે
સંપૂર્ણપણે ૩૮૦ જેટલા મોટા કુંડા અને ઝાડ વડે ઢંકાયેલી છે. તેમજ આ ‘ફ્લાવર ટાવર’ના
તમામ કુંડામાં વાંસના છોડ ઉગાડવામાં આવેલા છે, જે ખુબજ ફેલાયેલા છે. અને બધાજ
કુંડા બાલ્કનીમાં ફિક્ષ કરવામાં આવેલ છે. અને તેમાં ‘ઓટોમેટીક વોટરીંગ સીસ્ટમ’નો
ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી રહેવાસી ક્યારેક બહાર ગયા હોય ત્યારે પણ છોડને પાણી
મળી શકે. આ ઈમારતને ‘Edouard
Francois’ દ્વારા ડીઝાઇન કરવામાં આવેલ છે.
Source Credits: News
No comments:
Post a comment