બે મોઢાવાળો સાપ એટલે કે ‘આંધળી
ચાકણ’ એ દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં જોવા મળતો એક જાતનો બિનઝેરી સાપ છે. આ સાપ
ઈરાન, પાકિસ્તાન, અને ભારતમાં જોવા મળે છે. તેમજ સુકા વિસ્તારોમાં પણ બહોળા
પ્રમાણમાં જોવા મળે છે. રણ જેવા સુકા અને રેતાળ પ્રદેશમાં રેતી પર તે સરળતાથી સરકી
શકે છે.
તેની પૂંછડી અને માથાનો આકાર એક સરખો મળતો આવતો હોવાને લીધે અને ભય સમયે તે ગૂંચળુ વાળીને માથાને બદલે પૂંછડી જાણે માથું હોય એ રીતે ઊંચુ કરવાની ટેવને લીધે તેને લોકબોલીમાં ‘બે મોઢાવાળો સાપ’ કહેવામાં આવે છે. આ સાપ પુખ્તવયના થાય તો પણ બે ફૂટથી લાંબા થતા ભાગ્યે જ જોવા મળે છે. ક્યારેક જ ૩ ફૂટ જેટલા લાંબા નમુના જોવા મળે છે.
Image Credits: Wikipedia

Source Credits: Wikipedia
No comments:
Post a comment