જન ગણ મન એ ભારતનું રાષ્ટ્રગીત છે. આ ગીતને નોબેલ
પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર રચિત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ
કડીઓને ભારતનાં રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત સૌપ્રથમ ૨૭ ડિસેમ્બર ૧૯૧૧ના
દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકાતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. અને
૨૪ જાન્યુઆરી ૧૯૪૭ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીત (૫૨) સેકન્ડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા
છેલ્લી કડીને ૨૦ સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.
રાષ્ટ્રગીતના રચિતા ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર એ વિશ્વની એક માત્ર એવી વ્યક્તિ છે, જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્રગીત તરીકે માન્યતા પામી છે. તેમની અન્ય એક કવિતા ‘આમાર શોનાર બાંગ્લા’ બાંગ્લાદેશના રાષ્ટ્રગીત તરીકે ગવાય છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

No comments:
Post a comment