Saturday, 30 January 2016

સામાન્ય જ્ઞાન - ૪૬ By Gk in Gujrati


૧.  દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો?
-                  ચંપારણ સત્યાગ્રહ 

૨.  ભારતના પ્રથમ નાગરિક કોણ કહેવાય?
-                   ભારતના રાષ્ટ્રપતિ 

દેશ અને રાજધાની      

૩.  ભારતના બંધારણમાં કેવા રાજ્યની રચનાની સંકલ્પના કરવામાં આવી છે?
-                  કલ્યાણ રાજ્ય

૪.  પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે?
-                  પાંચ વર્ષ

ભારત ના રાજ્યો અને મુખ્યમંત્રી         

૫.  મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા કયા શહેરમાં મુકવામાં આવી છે?
-                 અમદાવાદ

૬.  બંગાળામાં દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે શરૂ કરી?
-                 રોબર્ટ ક્લાઈવ

૭.  ચીનના વિખ્યાત પ્રવાસી હ્યુ-એન-ત્સાંગ અને ફાહ્યાન કઈ ભારતીય વિદ્યાપીઠના વિદ્યાર્થી હતા?
-                 નાલંદા

ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્નો           

૮.  સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના સીઓઓ કોણ છે?
-                 શેરિલ સેન્ડબર્ગ

૯.  'ક્રિસ્ટીન લેગાર્ડ' કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે?
-                  IMF

૧૦.  ભગવાન બુદ્ધએ પોતાનો અંતિમ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો?
-                 કુશીનગર

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર  

૧૧.  પ્રથમ ઐતિહાસિક ગુજરાતી ભાષાની નવલકથા 'કરણઘેલો' ના રચયિતા કોણ?
-                 નંદશંકર તુળજાશંકર મહેતા

૧૨.  કૃષ્ણ અને સુદામાના ગુરુનું નામ શું હતું?
-                 સાંદીપની

૧૩.  બીસીજી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે?
-                 ક્ષય

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ         

૧૪.  વિશ્વ વન દિવસ કયારે ઉજવાય છે?
-                 ૨૧ માર્ચ

૧૫.  ૧૫ માર્ચે કયો દિવસ ઉજવાય છે?
-                 વિશ્વ ગ્રાહક દિન


 સામાન્ય જ્ઞાન - ૩૮                સામાન્ય જ્ઞાન - ૩૯                     સામાન્ય જ્ઞાન -  ૪૦                         

Friday, 29 January 2016

દુનિયાનું સૌથી મોટું વૈભવી પેસેન્જર જહાજ

     ટાઈટેનિક એ દુનિયાનું સૌથી મોટું વૈભવી પેસેન્જર જહાજ તેમજ બાષ્પ આધારિત યાત્રી જહાજ હતું. તેની ડીઝાઇન અને નિર્માણ ઉત્તરી આયર્લેન્ડની એક કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ તે સમયમાં ખુબજ અનુભવી એન્જિનિયરો દ્વારા તેની ડીઝાઈન કરવામાં આવી હતી. અને તેના નિર્માણ માટે તે સમયમાં ઉપલબ્ધ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની લંબાઈ ૮૮૨ ફૂટ ૯ ઈંચ હતી. અને પહોળાઈ ૯૨ ફૂટ, ૬ ઈંચ હતી. તેનું કુલ વજન ૪૬,૩૨૮ ટન હતું.  ટાઈટેનિક તેની સર્વ પ્રથમ સફરની શરુઆત માટે ૧૦ એપ્રિલ ૧૯૧૨ના રોજ રવાનું થયું હતું. તેના વિષે કદાચ એવું કહેવામાં આવ્યું હતું કે, આ વૈભવી જહાજ ક્યારેય ડૂબી નહી શકે. પરંતુ તે ચાર દિવસની સફરમાં જ ૧૪ એપ્રિલ ૧૯૧૨ના રોજ એક હિમશીલા સાથે ટકરાઈ અને ડૂબી ગયું હતું. જેમાં લગભગ ૧,૫૧૭ લોકોના મૃત્યુ થયાં હતાં. આ એક ઈતિહાસની સૌથી મોટી સમુદ્રી આપત્તિઓમાંની એક ઘટના છે.

Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

વિશ્વની સૌથી લાંબી નદી
ભેડાઘાટ - ધુંઆધાર ધોધ
'ફ્લાવર ટાવર'

Thursday, 28 January 2016

સામાન્ય જ્ઞાન - ૪૫ By Gk in Gujrati


૧.  નરેન્દ્ર મોદીને 'ઇન્ડિયા બિઝનેશ લીડર ૨૦૧૨' એવોર્ડ એનાયત થયો તે કઈ ચેનલ/કંપનીનો હતો?
-                    CNBC TV18

૨.  'પ્રવાસી ભારતીય દિવસ' કયા મહાન નેતાની યાદગીરી સ્વરૂપે ઉજવવામાં આવે છે?
-                    ગાંધીજી

વિશ્વ સામાન્ય જ્ઞાન    

૩.  જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ કયા દેશે ફેક્યા હતા?
-                     અમેરિકા

૪.  એશિયા પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન (એપેક) નું સૌપ્રથમ શિખર સંમેલન કયાં યોજાયું હતું?
-                     કેનબેરા

વિશ્વ   

૫.  ઇબ્સા (IBSA) ત્રણ દેશોનું સંગઠન છે, તેમાં કયાં કયાં દેશોનો સમાવેશ થાય છે?
-                     ભારત, બ્રાઝીલ , દક્ષિણ આફ્રિકા

૬.  ઈસ્તંબુલ (કોન્સ્ટેન્ટિનોપલ) નું પતન કયારે થયું?
-                     ઈ.સ. ૧૪૫૩

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન   

૭.  અજંતાની ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે?
-                    બૌદ્ધ

૮.  પદ્મશ્રી - ૨૦૧૨ નો પુરસ્કાર મેળવનાર વનરાજ ભાટિયા કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
-                    સંગીત

સાહિત્ય અને લેખકો         

૯.  જન કવિ તરીકે પ્રખ્યાત અદમ ગોંડવી કયા પ્રકારના કાવ્યો માટે ખુબ જાણીતા હતા?
-                    વ્યંગ્ય

૧૦.  'હરિનો મારગ છે શૂરાનો' એ કાવ્યના રચયિતા કોણ?
-                   પ્રિતમદાસ

૧૧.  'કોર્પોરેટ ચાણક્ય' આ પુસ્તકના લેખક કોણ?
-                    રાધાકૃષ્ણન પિલ્લઈ

 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર            

૧૨.  વર્ષ ૨૦૧૨ કયા વર્ષ તરીકે જાહેર થયું હતું?
-                    રાષ્ટ્રીય ગણિત વર્ષ

૧૩.  ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
-                   ટેનીસ

શિક્ષણ           

૧૪.  ચિલ્ડ્રન યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ તરીકે શિક્ષણ વિભાગ દ્વારા કોની નિમણુક કરવામાં આવી છે?
-                   હર્ષદ શાહ

૧૫.  લીપ યરમાં કેટલા દિવસ હોય છે?
-                   ૩૬૬


સામાન્ય જ્ઞાન - ૧૧                     સામાન્ય જ્ઞાન - ૧૨                         સામાન્ય જ્ઞાન - ૧૩           

Wednesday, 27 January 2016

ધરતી પરની સૌથી ઠંડી જગ્યા!

ધરતી પરની સૌથી ઠંડી જગ્યા એન્ટાર્કટિકાને માનવામાં આવે છે. એન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. એન્ટાર્કટિકાનો ૯૮% ભાગ ૧.૬ કિલોમીટર મોટી બરફથી આચ્છાદિત છે, જેથી સૌથી ઠંડો અને બારેમાસ બરફથી આચ્છાદિત રહે છે. અહીં જ્યાં નજર કરો, ત્યાં વિશાળ શ્વેત ચાદરો રૂપી હિમશિલાઓ અને બરફનું આચ્છાદાન દેખાય છે. દક્ષિણ ધ્રુવના અંતિમ બિંદુએ આવેલા આ પ્રદેશમાં વર્ષ દરમિયાન છ માસ દિવસ અને છ માસ અંધકાર રૂપી રાત્રિ જોવા મળે છે. સૂર્ય ઘણા મહિનાઓ સુધી ક્ષિતિજની સપાટીથી ઉપર આવતો નથી, તેથી સૂર્યકિરણોના પ્રવર્તનથી આકાશમાં રંગબેરંગી પટ્ટાઓ જોવા મળે છે, જેને સુમેરુ જ્યોતિ(અરોરા) કહે છે.
      તેમજ એન્ટાર્કટિકા ખંડ ટાપુમય સ્થાન ધરાવતો હોવાને લીધે હજારો કિલોમીટર લાંબો દરિયાકીનારો મળ્યો છે. તેથી તેને વ્હેલ, સીલ, જેવા ‘મહાકાય દરિયાઈ જીવોની સ્વર્ગભુમિ’ તેમજ ‘પેંગ્વિન ભૂમિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંની આબોહવાની લાક્ષણિકતા એ છે કે, જ્યાં હિમવર્ષા, ઝાકળ, ધુમ્મસ, અને તેજ બર્ફીલા તોફાની પવનો છે. તેથી વનસ્પતિનો વિકાસ થતો. ક્યાંક જ ટુંકું ઘાસ, લીલ,શેવાળ, જોવા મળે છે. Image Credits: Wikipedia

વિશ્વની સૌથી લાંબી નદી
ઉગતો અને આથમતો સૂર્ય લાલ રંગનો દેખાય છે.
આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ

Tuesday, 26 January 2016

ભારતનું રાષ્ટ્રગીત સૌ પ્રથમ ક્યાં ગવાયું?

જન ગણ મન એ ભારતનું રાષ્ટ્રગીત છે. આ ગીતને નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર રચિત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત સૌપ્રથમ ૨૭ ડિસેમ્બર ૧૯૧૧ના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકાતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. અને ૨૪ જાન્યુઆરી ૧૯૪૭ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું. અધીકૃત રીતે રાષ્ટ્રગીત (૫૨) સેકન્ડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડીને ૨૦ સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે. 
     રાષ્ટ્રગીતના રચિતા ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર એ વિશ્વની એક માત્ર એવી વ્યક્તિ છે, જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્રગીત તરીકે માન્યતા પામી છે. તેમની અન્ય એક કવિતા ‘આમાર શોનાર બાંગ્લા’ બાંગ્લાદેશના રાષ્ટ્રગીત તરીકે ગવાય છે. 


Image Credits: Wikipedia
Source Credits: Wikipedia

સામાન્ય જ્ઞાન - ૪૪ By Gk in Gujrati


૧.  ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું?
-               ટોલ્સટોય ફાર્મ

૨.  'હું કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહિ ફરું" આવું ગાંધીજીએ કયારે કહ્યું હતું?
-                  દાંડીકુચ પૂર્વે

ભારતના રાજ્યો અને રાજધાની    

૩.  સંસદના કયા ગૃહને 'પ્રતિનિધિ સભા'  પણ કહેવાય છે?
-                  લોકસભા

૪.  સંસદની સંયુકત બેઠકને કોણ સંબોધિત કરે છે?
-                   રાષ્ટ્રપતિ

૫.  પોંડીચેરીને કયા વર્ષમાં ભારત સંઘમાં સામેલ કરવામાં આવ્યું હતું?
-                    ૧૯૫૪

ગુજરાત  

૬.  ઈ.સ. ૬૪૦માં ગુજરાતનાં પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો?
-                    હ્યુ-એન-ત્સંગ

૭.  અડાલજની વાવ કઈ રાણીએ બનાવી હતી?
-                   રાણી રૂડાબાઈ

ભારતમાં ઉદ્યોગો   

૮.  ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયા સ્થપાયું હતું?
-                  ભરૂચ

૯.  એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયા શહેરમાં આવેલી છે?
-                 આણંદ

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો

૧૦.  'રોયલ બર્ડ' તરીકે ગુજરાતનું કયું પક્ષી ઓળખાય છે?
-                ફલેમિંગો

૧૧.  ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી હોવાનું મનાય છે?
-                સંસ્કૃત

ઈતિહાસ   

૧૨.  સિલ્ક રુટ (silk route) નો આરંભ ભારતના કયા રાજવીએ કર્યો હતો?
-               કનિષ્ક

૧૩.  'ઇતિહાસનો પિતા' આ પદવી કોને ફાળે જાય છે?
-                 હેરોડોટસ

૧૪.  યુરોપીયન ભાષામાં અનુવાદિત થયેલ પ્રથમ ભારતીય ગ્રંથ કયો?
-                 અભિજ્ઞાન શાંકુતલ

૧૫.  'નાગાનંદ', 'રત્નાવલી', 'પ્રિયદર્શિકા' એ નાટકોના નાટ્યકાર કોણ?
-                 હર્ષવર્ધન


સામાન્ય જ્ઞાન - ૨૬            સામાન્ય જ્ઞાન - ૨૭                     સામાન્ય જ્ઞાન - ૨૮
Monday, 25 January 2016

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી (january) 2016 - 111 By GK in Gujarati

1.       ૨૩ જાન્યુઆરી ૨૦૧૬ના વિશ્વનો સૌથી ઉચ્ચો તિરંગો ક્યાં રાજ્યમાં લહેરાયો?
      -       રાંચી (ઝારખંડ)

2.       જાન્યુઆરી ૨૦૧૬માં કોને ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં ૯૦૯૬ વિકલાંગોને તેમનો જરૂરી સામાન આપી વિશ્વ રેકોર્ડ બનાવ્યો?
      -        નરેન્દ્ર મોદી
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

3.       બિહારના મુખ્યમંત્રીએ જાન્યુઆરી ૨૦૧૬માં કોને પોતાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે?
      -        પ્રશાંત કિશોર

4.       ૨૦૧૬ માં બેટી બચાઓ બેટી પઢાવો યોજના ને ભારત સરકારે કેટલા જીલ્લામાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે?
      -        ૬૧
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

5.       ભારત સરકાર એ કઈ પરિયોજના માટે વિશ્વ બેંક પાસેથી ૨૫૦ મિલિયન ડોલરના વિત્તીય સમજોતા કર્યા છે?
      -        ઝેલમ અને તવી ફલડ રીકીવરી પરિયોજના

6.       જાન્યુઆરી ૨૦૧૬માં ક્યાં ખેલાડીએ મલેશિયા માસ્ટર્સ ગ્રા પ્રી ગોલ્ડ બેડમિન્ટન ટુનાર્મેન્ટ ખિતાબ જીત્યો છે?
      -        પી.વી.સિંધુ
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫

7.       કેન્દ્રીય કર બોર્ડ ના ચેરમેન ૨૦૧૬માં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -        અતુલેસ જીન્દલ

8.       જાન્યુઆરી ૨૦૧૬માં રક્ષા મંત્રી મનોહર પરિકર એ દેશ નો સૌથી વિશાળ તિરંગો ઝંડો કઈ જગ્યાએ લહેરાવ્યો?
      -        રાંચી
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫

9.       કોને ગ્રીન પીસ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
      -         રવિ ચેલલ્મ

10.       હાલમાં ક્યાં રેલવે સ્ટેશન પર ગુગલની ફ્રી વાઈ ફાઈ સર્વિસ શરુ કરવામાં આવી છે?
      -        મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫

Friday, 22 January 2016

વિશ્વમાં પાણી પછી સૌથી વ્યાપકપણે વપરાતું પીણું!

           સામાન્ય રીતે જોઈએ તો ચા! એ દુનિયામાં પાણી પછી સૌથી વ્યાપકપણે પીવાતું પીણું છે. તેના સ્વાદનો આનંદ ઘણાં લોકો ઉઠાવતા હોય છે. ચાનો જન્મ સામાન્ય રીતે ચીનમાં થયો હોવાનું મનાય છે. ચા મૂળરૂપે કેમેલીયા સીનેન્સીસ છોડના પાંદડાઓ અને તેની કુંમળી કુંપળોની કૃષિ પેદાશ છે. ‘ચા’ એટલે કે એ છોડનાં પાંદડાઓને ગરમ અથવા ઉકળતા પાણીમાં નાખી તૈયાર કરેલું સુંગધીદાર પીણું. ચામાં જુદાજુદા પ્રકારના પોલીફિમોલ્સ હોય છે છતાં વ્યાપક માન્યતાથી વિપરીત ચામાં ટેનીક એસીડનું પ્રમાણ હોતું નથી. ચા ની લગભગ ૬ જાત જોવા મળે છે. જેમાં બજારમાં મુખ્યત્વે જોવા મળતી જાત સફેદ, લીલી, ઉલોંગ, અને કાળી છે. આ તમામ ચા એકજ ઝાડમાંથી બનાવવામાં આવે છે, પરંતુ તેની બનાવટની પ્રોસેસ જુદીજુદી હોય છે. ચાના પાંદડા ચૂંટી લીધા પછી તેના પર વિવિધ પ્રક્રિયા કરવામાં આવે છે. તેને કારણે અલગ અલગ જાતની બનતી હોય છે. અને આ સફેદ ચા તેને અલગ રીતે જ ઉગાડવામાં આવે છે. દુનિયામાં ચીન, ભારત, શ્રીલંકા, કેન્યા અને ઇન્ડોનેશિયા ચાનું શ્રેષ્ઠ ઉત્પાદન કરતા દેશો છે.


સામાન્ય જ્ઞાન - ૪૩ By Gk in Gujrati

૧.   નવેમ્બર, ૨૦૦૦માં બિહારમાંથી કયું નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું?
-                   ઝારખંડ

૨.  નાગપુર ઝંડા સત્યાગ્રહના સુકાની કોણ?
-                   સરદાર વલ્લભભાઇ પટેલ

૩.  આગ્રા કઈ નદીના કિનારે આવેલું છે?
-                    યમુના

ભારતના રાજ્યો અને રાજધાની         

૪.  પ્રથમ ગુજરાતી શાળા કયાં શહેરમાં શરૂ થઈ હતી?
-                    સુરત

૫.  ગુજરાતની કેટલા ટકા જમીન પર જંગલો આવેલા છે?
-                    ૧૦%

૬.  જોગનો ધોધ કઈ નદી પર આવેલો છે?
-                    શરાવતી

ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ  

૭.  ભાખડા-નાંગલ યોજના કઈ નદી પર છે?
-                    સતલુજ

૮.  'મલાવ તળાવ' કયાં આવેલું છે?
-                   ધોળકા

૯.  'મૂઠી ઉંચેરો માનવી' એ ઉપનામ કયા સમાજ સેવક અને દેશભક્તને મળ્યું હતું?
-                   શ્રી રવિશંકર મહારાજ

૧૦.  હેમચંદ્રાચાર્યનું સંસારિક નામ શું હતું?
-                 ચાંગદેવ

૬૦મો ફિલ્મફેર એવોર્ડ  

૧૧.  અમિતાભ બચ્ચન-બીગ બી ગુજરાતમાં કયા કાર્યક્રમના શૂટિંગ માટે આવ્યા હતા?
-                 ખૂશ્બુ ગુજરાત કી

૧૨.  ફિલ્મ ક્ષેત્રે અમર ગાયક બિરૂદ કોને પ્રાપ્ત થયું છે?
-                 કે. એલ. સાયગલ

૧૩.  'કોલાવેરી-ડી' ગીતના ગાયક કોણ?
-                 ધનુષ

ભારતમાં પ્રથમ ઉદ્યોગો ની સ્થાપના   

૧૪.  જમશેદજી તાતાનું જન્મસ્થળ કયું છે?
-                 નવસારી

૧૫.  વર્લ્ડ બાયો-ડાયવર્સિટી ડે કયારે ઉજવાય છે?
-                 ૨૨મી મે


સામાન્ય જ્ઞાન - ૧૬                 સામાન્ય જ્ઞાન - ૧૭                 સામાન્ય જ્ઞાન -૧૮

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી (january) 2016 - 110 By GK in Gujarati

1.        પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જાન્યુઆરી ૨૦૧૬માં નવી દિલ્લીમાં ક્યાં રાષ્ટ્રીય અભિયાનનો આરંભ કર્યો?
        -         સ્ટાર્ટઅપ ઇન્ડિયા

2.        જાન્યુઆરી ૨૦૧૬માં ટાટા મોટર્સ ગ્રુપના મુખ્ય કાર્યકારી અધિકારી અને પ્રબંધ નિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -          ગુન્ટર બટસેક
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

3.        જાન્યુઆરી ૨૦૧૬માં વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ યસુતારો કોઈદ નું નિધન થયું એ ક્યાં દેશના રહેવાસી હતા?
        -         જાપાન

4.        ૧૮ જાન્યુઆરી ૨૦૧૬માં રિલાયન્સ જીયો એ કપનીની સાથે ૪ જી સ્પેક્ટ્રમ શેયર કરવા માટે સમજોતા કર્યા છે?
        -          રિલાયન્સ કમ્યુનિકેશન
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

5.        વર્ષ ૨૦૧૬ માટે ડીએસસી પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળી લેખિકાનું નામ શું છે?
        -         અનુરાધા રોય

6.        ૧૫ જાન્યુઆરી ૨૦૧૬ માં દિલ્લી ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટ નો ખિતાબ ક્યાં ખેલાડીએ જીત્યો?
        -         ઇવાન પોપોવ
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫

7.        જાન્યુઆરી ૨૦૧૬માં સાઈ ઈંગ વન ને ક્યાં દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ ના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા?
        -         તાઇવાન

8.        સિક્કીમના પૂર્વ રાજ્યપાલ કોણ હતા જેનું ૧૭ જાન્યુઆરી ૨૦૧૬માં હૈદરાબાદમાં નિધન થયું?
        -         વી રામા રાવ
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫

9.        જાન્યુઆરી ૨૦૧૬ માં આઈપીએલમાં કોને રાઈઝિંગ પુણે સુપરજાઈટસ ટીમના કેપ્ટન તરીકે ચુનવામાં આવ્યા?
        -         મહેન્દ્રસિંહ ધોની

10.        જાન્યુઆરી ૨૦૧૬માં ટાટા મોટર્સ ને કોને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે?
        -         ગુન્ટર બટસેક
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫


Thursday, 21 January 2016

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી (january) 2016 - 109 By GK in Gujarati

1.        સોલર ઉર્જાથી ચાલતી સ્વદેશી એસી મોડલ બનાવવા પર ભારતની વિદ્યાર્થી કલ્યાણી શ્રીવાસ્તવ ને ક્યાં દેશ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું?
        -        જાપાન

2.        ૬૧માં ફિલ્મફેયર એવોર્ડમાં ક્યાં અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળેલ છે?
        -       રણવીર સિંહ
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
3.        હાલ જાન્યુઆરી ૨૦૧૬માં ફેશન ડિઝાઈનર સુકેત ધીર ને ક્યાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
        -       ઇન્ટરનેશનલ વુંલમાર્ક પુરસ્કાર

4.        હાલ માં સ્વદેશી નિર્મિત મિસાઈલ નાગ નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું એ ક્યાં પ્રકારનું મિસાઈલ છે?
        -       એંટી ટેક
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

5.        ગુજરાત રાજ્યના બાલ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -       જાગૃતિ પંડ્યા

6.        જાન્યુઆરી ૨૦૧૬ના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ ક્યાં દેશને ઇબોલા મુક્ત થવાની જાહેરાત કરી?
        -       લાઇબેરિયા
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫

7.        ટાઈમ્સ નાઉ દ્વારા આયોજિત એવોર્ડ શો અમેજીંગ ઈંડિયંસ માં મોદીએ કોને સન્માનિત કર્યા?
        -       સમાજમાં યોગદાન દેવાવાલાને

8.        પંજાબમાં જાન્યુઆરી ૨૦૧૬માં કઈ પાર્ટીને કોગ્રેસમાં વિલય કરવાની ઘોષણા કરી?
        -       પંજાબ પીપુલ્સ પાર્ટી
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫

9.        ૧૫ જાન્યુઆરી ૨૦૧૬ ના ફિલ્મ લગાનમાં 'ગુરન બાબા'ની ભૂમિકા નિભાવવા વાળા ક્યાં અભિનેતાનું નિધન થયું?
        -       રાજેશ વિવેક

10.        જાન્યુઆરી ૨૦૧૬માં ભારત સરકાર એ કઈ પરિયોજના માટે વિશ્વ બેન્કની સાથે ઋણ સમજોતા પર હસ્તાક્ષર કર્યા?
        -       નીરાચલ રાષ્ટ્રીય વાટરશેટ પરિયોજના
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫

Tuesday, 19 January 2016

ભારતના વીર પુત્ર

      ભારત વીર પુરુષની ભૂમિ છે જ્યારે પણ ભારતના ઇતિહાસને યાદ કરીએ ત્યારે આપણાં શૌર્યવીર મહારાણા પ્રતાપને કેમ ભૂલી શકાય. મહારાણા પ્રતાપ ઉદેપુર, મેવાડમાં સિસોદિયા રાજવંશના રાજા હતા. તેમનો જન્મ કુંભલગઢમાં ૧૯ મે,૧૫૪૦ના રોજ થયો હતો. તેમનું બચપણનું નામ કીકા હતું. એમનું નામ ઈતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમજ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે. એમણે કેટલાય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમજ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. મહારાણા પ્રતાપનું હલ્દીઘાટીનું યુદ્ધ ઇતિહાસમાં ખુબજ પ્રસિદ્ધ છે. આ યુદ્ધ ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપૂતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોઘલ સરદાર રાજા માનસિંહની ૮૦,૦૦૦ ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. આ યુદ્ધમાં તેમનો સૌથી પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું હતું. અને આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું.
     આશ્ચર્યજનક વાત એ છે કે તેમના ભાલુ ૮૧ કિલોનું અને છાતીનું કવચ ૭૨ કિલોનું હતું. આટલું વજન લઈને રણભૂમિમાં લડનારા મહારાણામાં કેટલી તાકાત હશે !! તેમનું મૃત્યુ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭માં થયું હતું.


Image Credits: Wikipedia 

મહારાણા પ્રતાપ

1.        હલ્દીઘાટનું યુદ્ધ ક્યારે થયું?
     -       ૧૫૭૬ ઈ.

2.        હલ્દીઘાટના યુદ્ધમાં મેવાડની સેનાનું નેતૃત્વ કોને કર્યું હતું?
     -       મહારાણા પ્રતાપ

3.        હલ્દીઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપ તરફથી લડવા વાળો એકમાત્ર મુસ્લિમ સરદાર કોણ હતો?
     -       હકીમ ખાં સૂરી

4.        હલ્દીઘાટના યુદ્ધમાં મુઘલ સેનાનું નેતૃત્વ કોને કર્યું હતું?
     -       માનસિહ તથા આસફ ખાં


5.        હલ્દીઘાટના યુદ્ધમાં કોને પોતાના પ્રાણનો ત્યાગ કરી મહારાણા પ્રતાપને બચાવ્યા?
     -       બિંદા કે ઝાલામાન

6.        મેવાડના રાજા મહારાણા પ્રતાપ, કેટલા સમય સુધી શાસન કર્યું હતું?
     -       ૧૫૭૨ થી ૧૫૯૭

7.        હલ્દીઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપને કોણે હરાવ્યા હતા?
     -       અકબર

8.        મેવાડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ ક્યારે થયો હતો?
     -       ૯ મે ૧૫૪૦

9.        મેવાડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ સ્થળ ક્યાં છે?
     -       કુંભલગઢ

10.        મહારાણા પ્રતાપનું બચપણનું નામ શું હતું?
     -       કીકા

11.        મેવાડના રાજા મહારાણા પ્રતાપના પિતાનું નામ શું છે?
     -       ઉદયસિંહ

12.        મેવાડના રાજા મહારાણા પ્રતાપના માતાનું નામ શું છે?
     -       જીવંતબાઈ

13.        રાજા મહારાણા પ્રતાપનો ધર્મ કયો છે?
     -        હિંદુ

14.        મેવાડના રાજા મહારાણા પ્રતાપનો શાસનકાળ સમય કયો છે?
     -       ૧૫૬૮-૧૫૯૭

15.        મેવાડના રાજા મહારાણા પ્રતાપનો અવશાન ક્યારે થયું હતું?
     -       ૧૯ જાન્યુઆરી ૧૫૯૭

16.        મહારાણા પ્રતાપ કયા વંશના રાજા હતા?
     -       શિશોદિયા રાજવંશ

17.        મહારાણા પ્રતાપને કોની સાથે સંઘર્ષ કર્યો હતો?
     -       મુઘલ સમ્રાટ અશોક

 Image Credits: Wikipedia