ગુજરાતનું લોકપ્રિય નૃત્ય એટલે ગરબા. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ
સુધીની તિથિ દરમિયાન ગવાય છે, જેમને નવરાત્રી ઓળખવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર
ભારતનાં જાણીતાં તહેવારોમાંનો એક છે. નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાવાળી મટકીમાં
અંદર જ્યોત મુકીને બનાવતાં દીવાને તેમજ નવરાત્રી દરમિયાન માતાજીની સ્તુતિમાં
ગવાતાં ગીતોને પણ ગરબા કહેવાય છે.
ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવેલો છે. દીવો ઠરી ન જાય તેમજ
તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે ઘણાં કાણા રાખવામાં આવ્યાં હોય છે. ગરબા
સાથે શક્તિની પૂજા અને શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે. નવરાત્રીનો ગરબા ઉત્સવ એ
શક્તિપૂજાનો જ ઉત્સવ છે. ‘ગરબો’ સંજ્ઞાની અર્થછાયા ક્રમશઃ વિસ્તાર પામતી રહી છે.
જેમ કે, ‘ગરબો લખાય’, ‘ગરબો ગવાય’, ‘ગરબો ગવાય’, ‘ગરબે ઘુમાય’, ‘ગરબો ખરીદાય’
વગેરે.
image credits: wikipedia
source credit: wikipedia