દુનિયાની સૌથી લાંબી આફ્રિકાની નાઈલ નદી છે. જે લગભગ ૬૬૫૦
કિ.મી. લાંબી છે. તે યુગાન્ડા, સુડાન, મિસ્ર વગેરે દેશમાંથી થઈને વહેતા લાંબી ખીણ
બનાવે છે. તેની બન્ને બાજુએ જમીન પતલી પટ્ટી જેવા રૂપમાં શસ્યશ્યામલા જેવી દેખાય
છે. આ પટ્ટી દુનિયાનું સૌથી વિશાળ મરૂધ્યાન છે. એવું માનવામાં આવે છે કે મિસ્રની
પ્રાચીન સભ્યતાના વિકાસમાં નાઈલ નદીની સૌથી વધારે ભૂમિકા છે. તેથી નાઈલ નદીને
‘મિસ્રનું વરદાન’ પણ કહેવામાં આવે છે.
નાઈલ નદીના ખીણ પ્રદેશનો દક્ષીણી ભાગ ભૂમધ્ય રેખાની નજીક
આવેલો છે. અહીં ભૂમધ્યરેખીય જલવાયુ જોવા મળે છે. તેમજ આખુ વર્ષ ઊચું તાપમાન રહેતું
હોય છે. અને વર્ષા પણ બારેમાસ થતી હોય છે. વધુ વરસાદના કારણે અહીં ભૂમધ્યરેખીય
સદાબહાર જંગલો જોવા મળે છે. તેમજ આ પ્રદેશમાં સવાના નામ વડે ઓળખાતા ઉષ્ણ કટીબન્ધીય
ઘાસનું મેદાન પણ જોવા મળે છે. અહીં ગુંદ આપતા વૃક્ષોને કારણે સુદાન વિશ્વભરમાં
સૌથી વધુ ગુંદરનું ઉત્પાદન કરતો દેશ છે.
image credits: www.pinterst.com
No comments:
Post a comment