સાપસીડી અથવા તો સાપ અને સીડી ભારતીય ઉપખંડમાં પ્રાચીન
કાળથી ચાલી આવેલ એક રમત છે, જે સમાન્ય રીતે બોર્ડ પર રમવામાં આવે છે. મોટે ભાગે આ
રમત બાળકોમાં ખુબજ લોકપ્રિય છે. જેની શોધ ભારતમાં ઈ.સ. પૂર્વે બીજી સદીમાં તેમજ
શિક્ષણ માટે થઈ હતી એવું માનવામાં આવે છે. તે સમયમાં આ રમત મોક્ષપથ અથવા પરમ પદમ
નામથી જાણીતી હતી. આ રમતનો ઉપયોગ પહેલા હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોના શિક્ષણ
આપતી વખતે કરવામાં આવતો હતો. બ્રિટીશરોએ આ રમતને (Snakes and Ladders)
નામથી
પ્રચલિત કરી છે. એવું મનાય છે આ રમતની શોધ તેરમી સદીમાં થઈ ગયેલા સંત જ્ઞાનેશ્વર
દ્વારા કરવામાં આવી હતી.
આ રમત એ એક બોધ આપતી રમત છે. સીડી
જીવનમાં સદગુણોનું પ્રતિક છે, જયારે સાપ એ દુર્ગુણોનું પ્રતિક માનવામાં આવે છે.
વર્તમાન સમયમાં પણ એન્ડ્રોઇડ, આઈ.ઓ.એસ, વગેરે પર આ ગેમ ઉપલબ્ધ છે.Credits: Wikipedia
No comments:
Post a comment