Friday, 18 December 2015

અવકાશ(અંતરીક્ષ) માં પાણી નીચે નથી રેલાતું !!!!!


    આ તે કેવું આશ્ચર્ય હેં!!! અવકાશ(અંતરીક્ષ) માં તમે રડી તો શકો છો પરંતુ તમારા આંસુ નીચે નથી પડતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના બોર્ડ પર કરવામાં આવેલ પ્રયોગ પરથી જાણવા મળ્યું કે ત્યાં પાણી પાણીના ગોળાની જેમ તરે છે. આંખમાંથી આવતા આંસુ આંખની આસપાસ પાણીના ગોળાની  જેમ ફેરવાઈ જાય છે, ભારવગરના(weightless) વાતાવરણના કારણે આંસુ નીચે સરતા નથી. આનાથી ઠંડક અનુભવાય છે પરંતુ ખરેખર તે ખતરનાક બની શકે છે. અહીં પાણીને નીચે  રેડવા જતા પાણી નીચે સરતું નથી પરંતુ તે પાણીના ગોળા બની આસપાસ તરવા માંડે છે.




No comments:

Post a Comment