Wednesday, 16 December 2015

વિશ્વમાં સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડહિમાચલ પ્રદેશમાં સ્થિત ચીલ હિલ સ્ટેશન પર આવેલ ક્રિકેટનું મેદાન વિશ્વનું સૌથી ઊંચું મેદાન છે. આ મેદાન 2,444 મીટરની ઊંચાઇ પર આવેલ છે.  ચીલનું આ ક્રિકેટ મેદાન
189માં પટિયાલાના મહારાજા ભુપેન્દ્રસિંહ દ્વારા મનોરંજનના હેતુથી રમત રમવા માટે બાંધવામાં આવ્યું હતું. મેદાનની ચારેકોર દેવદારના વૃક્ષોથી ધેરાયેલ છે. જેના કારણે આ મેદાનની ફરતે લીલોતરી શોભી ઊઠે છે. ભારતીય સંઘના પ્રવેશ બાદ પટિયાલાના મહારાજા ભુપેન્દ્રસિંહ આ મેદાન તથા અન્ય ઈમારતો લશ્કરી શાળા તથા ભારત સરકારને દાન કરી દીધું હતું. ચીલની લશ્કરી શાળા આ મેદાનને રમત-ગમતના  મેદાન તરીકે ઉપયોગ કરતા. મેદાનના એક ખૂણામાં ઐતિહાસિક વૃક્ષ છે જેના પર લશ્કરી શાળા દ્વારા એક સુંદર વૃક્ષ હાઉસ બાંધવામાં આવ્યું છે.No comments:

Post a Comment