વિશ્વમાં સૌથી વધુ સરેરાશ વરસાદ મેઘાલય
રાજ્યમાં ખાસી પર્વતો પર આવેલ મૌસીનરામ નામના ગામડામાં પડે છે. દર શિયાળે ત્યાના લોકો અગાઉથી કેટલાક
મહિનાઓ વરસાદી ઋતુમાં રહેવાની તૈયારી ચાલુ કરી દે છે.ત્યાં લગાતાર વરસાદ અને કેટલાય દિવસો
સુધી સૂર્યનો પ્રકાશ તો જોવા જ ન મળે.
ત્યાંની મહિલાઓ બામ્બુ, પ્લાસ્ટિક શીટ્સ તથા સાવરણીના ઘાસનો
ઉપયોગ કરીને વરસાદથી સુરક્ષા મેળવવા માટે કાચબાના
કવચ જેવું માથા પર પહેરવાનું બનાવે છે જેને 'ક્નુપ્સ' કહેવાય છે. વરસાદી
વાતાવરણમાં ત્યાંની મહિલાઓ 'ક્નુપ્સ' બનાવવાનું
કામ કરે છે. મહિનાઓ સુધી લગાતાર
વરસાદને કારણે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. આ
સમય દરમિયાન મહિલાઓ માટે 'ક્નુપ્સ' બનાવવું એ એક જાતનો વ્યવસાય બને છે.
No comments:
Post a comment