Wednesday, 4 November 2015

ગુજરાતનું સૌ પ્રથમ મોડેલ LED ગામ: સુવિધાઓ જાણીને તમે પણ કહેશો ‘વાહ’



 ગાંધીનગરમાં આવેલ માણસા તાલુકાના અમરપુરા એ રાજ્યનું સૌ પ્રથમ મોડેલ LED ગામ છે. જેને આધુનિક ભારતનું આધુનિક ગામ પણ કહેવાય છે. ગુજરાત રાજ્યના અનેક ગામડાઓ ગંદકીથી ઘેરાઈ રહ્યા છે, ત્યારે અમરપુરા ગામ એ નેશનલ કક્ષાએ પોતાની અનોખી ઓળખ ઊભી કરી છે. રાજ્યના સૌ પ્રથમ એલ..ડી ગામમાં સો ટકા સ્ટ્રીટ લાઈટો એલ..ડી સાથે દરેક ઘરોમાં પણ એલઈડી લાઈટો લગાવેલી જોવા મળે છે. વાસ્મો સહિતની સંસ્થાઓ દ્વારા અમરપુરા ગ્રામ પંચાયતને ૮ જેટલા એવોર્ડ આપવામાં આવ્યા છે. અમરપુરા(ખરણા) ગ્રામ પંચાયતનાં જાગૃત સરપંચ રઇબેન ચૌધરીનાં જણાવ્યાનુંસાર પંચાયતની જાગૃકતા અને ગ્રામજનોનાં સહકારનાં કારણે આજે  અમરપુરા ગામ નેશનલ કક્ષાએ જાણીતુ બન્યુ છે તેમજ ૧૮૦૦ની વસ્તી ધરાવતા ગામની તમામ શેરીઓમાં એલઇડી લાઇટો પ્રકાશ પાથરી રહી છે


No comments:

Post a Comment