Monday, 30 November 2015

.“100 મિલિયન લોકો કુંભના મેળે!!!!!”          ભારતમાં ઉજવાતા એક ઉત્સવમાં 100 મિલિયન જેટલા લોકો ભેગા જોવા મળે છે.વિશ્વમાં સૌથી વધુ લોકો અહી એકત્રિત થાય છે. શું તમે જાણો છો કયો તે ઉત્સવ છે?
          ભારતમાં ઉજવાતા કુંભના મેળામાં વિશ્વના વિવિધ દેશોમાંથી લોકો આવે છે. કુંભનો મેળો દર વર્ષે આ ચાર ધાર્મિક સ્થળોમાંથી વારાફરતી એક સ્થળે ઉજવાય છે: હરિદ્વાર, અલાહાબાદ, નાસિક અને ઉજ્જૈન. હરિદ્વારમાં ગંગા-યમુના નદીના સંગમ સ્થળે, અલાહાબાદમાં સરસ્વતી નદીના કિનારે, નાસિકમાં ગોદાવરી નદીના કિનારે તથા  ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે આ  મેળો ભરાય છે.
      મૌની અમાસ ના દિવસે આ કુંભનો મેળો ભરાય છે. 14 જાન્યુઆરી 2013 અલ્હાબાદ ખાતે યોજેલ કુંભનો મેળો વિશ્વનું બીજા નંબરનું  'શાહી સ્નાન' તરીકે પ્રસિદ્ધ થયો હતો. 10 ફેબ્રુઆરી 2013 માં યોજાયેલ કુંભનો મેળો સૌથી મોટો 'સ્નાન દિવસ' તથા સૌથી વધુ માનવ વસ્તી ભેગી થઇ હોવા માટે પ્રસિદ્ધ છે. 100 મિલિયન લોકોમાંથી 30 મિલિયન જેટલા ભક્તો અને તપસ્વીઓ મૌની અમાવસ્યા પ્રસંગે પવિત્ર સ્નાન લીધો હતો.


Source credits: en.wikipedia.org

સામાન્ય જ્ઞાન 33 - By GK in Gujarati

1.      ગીરાધોધ કઈ નદી પર આવેલો છે?
       -       અંબિકા

2.      ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે?
       -       અલિયા બેટ
સામાન્ય જ્ઞાન 24

3.      દ્વારીકાનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે?
       -       ગોમતી

4.      ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા?
       -       મહાત્મા ગાંધી
સામાન્ય જ્ઞાન 25

5.      સર્વોચ્ય અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?
       -       હરીલાલ કણિયા

6.      ભારતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે?
       -       કમલા નહેરૂ ઝુઓલોજીકલ પાર્ક, કાંકરીયા, અમદાવાદ
સામાન્ય જ્ઞાન 26

7.      વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એવોર્ડથી નવાજવામાં આવે છે?
       -       ડૉ. વિક્રમ સારાભાઇ એવોર્ડ

8.      એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે?
        -       અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
સામાન્ય જ્ઞાન 27

9.      IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે?
       -       ડૉ. વિક્રમ સારાભાઇ

10.      એટેમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે?
       -       ભાભા એટેમિક રીસર્ચ સેન્ટર
સામાન્ય જ્ઞાન 28

11.      ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા?
       -       મોતીભાઈ અમીન

12.      જગપ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આદ્યસ્થાપક કોણ હતા?
       -       ધીરુભાઈ અંબાણી
સામાન્ય જ્ઞાન 29

13.      મારા જીવનનો આ અંતિમ સંઘર્ષ હશે' એવું ગાંધીજીએ કયા આંદોલન વખતે કહ્યું હતું?
       -       હિંદ છોડો

14.      તમે ભલે દુબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો' એવું કહેનાર નેતા કોણ હતા?
       -       સરદાર પટેલ
સામાન્ય જ્ઞાન 30

15.      ગાંધીજીના અંગત સચિવ કોણ હતા?
       -       મહાદેવ દેસાઈ

16.      ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન કોણ છે?
       -       અઝીમ પ્રેમજી
સામાન્ય જ્ઞાન 31

17.      સીદી સૈયદની જાળી' ક્યાં આવેલી છે?
       -       અમદાવાદ

18.      ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે?
       -       પાકિસ્તાન
સામાન્ય જ્ઞાન 32

19.      અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો?
       -       કોચરબ આશ્રમ

20.      ગાંધીજીને 'બાપુ' નું બિરુદ કયાં સત્યાગ્રહમાં મળ્યુ હતું?
       -       ચંપારણ સત્યાગ્રહ

ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન
Saturday, 28 November 2015

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર (November) ૨૦૧૫ - 98 By GK in Gujarati

1.        એલર્ગન ને ખરીદવાનો નિર્ણય કઈ ફાર્મા કંપનીએ લીધો?
      -       ફાઈજર

2.        ભારતીય રેલવે દ્વારા, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા માટે બનાવેલ નિધિ ખાતું કયું છે?
      -        રાષ્ટ્રીય રેલ સંરક્ષા કોષ

3.        નવેમ્બર ૨૦૧૫માં કેટલી શ્રેણીમાં ઇન્ફોસિસ સાઈસ ફાઉન્ડેશનએ પુરષ્કારો ની ઘોષણા કરી?
      -       ૬

4.        આઈડિયા સેલુલર કંપની એ ૨૪ નવેમ્બર ૨૦૧૫ના વિડીયોકોન ટેલી કમ્યુનિકેશન ની સાથે ક્યાં રાજ્યમાં સ્પેકટ્રમ ખરીદારી હેતુ સમજોતા કર્યા છે?
      -        ગુજરાત અને ઉત્તરપ્રદેશ

5.        ગોપીનાથ મુંડે કિસાન દુર્ઘટના વીમા યોજના ૨૦૧૫ - ૧૬ આરંભ કરવાનો નિર્ણય નવેમ્બર ૨૦૧૫માં ક્યાં રાજ્ય એ લીધો?
      -       મહારાષ્ટ્ર


Gujarati Current Affairs october  2015


6.        રાષ્ટ્રીય અંતરીક્ષ કાર્યક્રમ ની તહત નવેમ્બર ૨૦૧૫ ના પહેલા વ્યવસાયિક ઉપગ્રહનું પ્રક્ષેપણ ક્યાં દેશે કર્યું?
      -       જાપાન

7.        ૨૪ નવેમ્બર ૨૦૧૫ના ક્યાં બે દેશોનો પ્રવાસ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત પાછા આવ્યા?
      -        મલેશિયા-સિંગાપુર

8.        ક્યાં દેશ દ્વારા ટેલસ્ટાર ૧૨ મી વાણિજ્યિક ઉપગ્રહનો શુભારંભ કરવામાં આવ્યો?
      -       જાપાન

9.        બાલીયાત્રા મેળાનું આયોજન નવેમ્બર ૨૦૧૫માં ક્યાં રાજ્યમાં કરવામાં આવ્યું?
      -       ઓરિસ્સા

10.        કેટલા દેશો એક્સ્કોન - ૨૦૧૫ માં ભાગ લેશે?
      -       ૨૨
Gujarati Current Affairs september 2015              Gujarati Current Affairs August 2015

Friday, 27 November 2015

95% ટકા પાણીથી બનેલ માછલી !!!!!    આ માછલીનો સમાવેશ ક્નીદારિયા(Cnidaria) સમુદાયમાં થાય છે. મુક્ત રીતે તરતું આ દરિયાઈ પ્રાણી છત્ર આકારની ચીકણી બેલ(bell) છત્રી તથા પાછળ પૂછડીયો ધરાવે છે.
આ બેલ પ્રચલન માટે ધબકે છે અને ડંખવાળું અંગ શિકાર કરવા માટે ઉપયોગી બને છે.
જેલી ફિશ દરેક સમુદ્રમાં ઊંડી જગ્યા પર જોવા મળે છે. જેલી ફિશ દરિયામાં ઓછામાં ઓછા 500 મિલિયન વર્ષોથી જોવા મળે છે. જેલી ફીશનું હલનચલન નિયંત્રિત હોય છે પરંતુ  તે તેમના હાઇડ્રોસ્ટેટિક હાડપિંજરનો ઉપયોગ કરી શરીરના સંકોચન-ધબકારા દ્વારા બેલ જેવા શરીર મારફતે ખોરાકની શોધખોળ કરી શકે છે. મોટા ભાગે કેટલીક પ્રજાતિઓ સક્રિય હોય છે જેમનું તરવાનું ચાલુ જ રહે છે જયારે અમુક નિષ્ક્રિય હોય છે.
         પ્રજાતિને આધારે અમુક માછલીનું શરીર 95% અથવા 98% જેટલા પાણીથી બનેલું હોય છે.તેમના શરીર પર રહેલું છત્ર ચીકણા પદાર્થથી બનેલું હોય છે, આ રક્ષણાત્મક ત્વચા બે પડથી બનેલી હોય છે.

Image credits: en.wikipedia.org

Thursday, 26 November 2015

સામાન્ય જ્ઞાન 32 - By GK in Gujarati

1.       અકબરનો મકબરો કયાં છે?
     -       સિંકદરા

2.       નાસિકમાં કઈ નદીના કિનારે કુંભનો મેળો ભરાય છે?
     -       ગોદાવરી
Gujarati Current Affairs may 2015

3.       છત્તીસગઢની રાજધાની કઈ છે?
     -       રાયપુર

4.       ભારતનું કયું રાજ્ય સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે?
     -       ગુજરાત
વ્યાકરણ આધારિત સામાન્ય જ્ઞાન 

5.       જવાહર સાગર' ડેમ કઈ નદી પર આવેલો છે?
     -       ચંબલ

6.       દલાલ સ્ટ્રીટ' ક્યાં આવેલી છે?
     -       મુંબઇ
Gujarati Current Affairs  june 2015

7.       હિન્દ સ્વરાજ' પુસ્તક કઈ ભાષામાં લખાયેલું છે?
     -       અંગ્રેજી

8.       ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના આદ્યપ્રણેતા કોને ગણવામાં આવે છે?
     -       મહર્ષિ અરવિંદ ઘોષ
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્ન - ઉત્તર

9.       ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ' ક્યાં આવેલી છે?
     -       બેંગલોર

10.       ક્યુરી (Curie) શેનો એકમ છે?
     -       રેડીયોએક્ટીવીટી
કમ્પ્યુટર વિશેની વધારે માહિતી જાણવા માટે અહી ક્લિક કરો 

11.       મજુર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી?
     -       મહાત્મા ગાંધી

12.       કસ્તુરબાને જેલમાં કોણે ભણતર પૂરું પાડ્યું હતું?
     -       પૂર્ણિમાબહેન પકવાસા
 ભારત ને આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

13.       ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા?
     -       જમનાલાલ બજાજ

14.       સ્વાતંત્ર્ય સેનાની શ્યામજીકૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલા વિદ્યાર્થી છાત્રાલયનું નામ શું છે?
     -       ઇન્ડિયા હાઉસ
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ

15.       પોરબંદરમાં મહાત્મા ગાંધી કીર્તિમંદિર કોણે બંધાવ્યું છે?
     -        નાનજી કાલિદાસ મહેતા

16.       ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણછે?
     -        ડૉ. વિક્રમ સારાભાઇ
વિવિધ પરીક્ષામાં પુછાતા ક્વિઝ આધારિત પ્રશ્નો અને તેના જવાબો

17.       ગાંધીજી યુવાકાળે દક્ષિણ આફ્રીકામાં કઈ કપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા?
     -       દાદા અબ્દુલા એન્ડ કંપની

18.       લંડનમાં 'ઇન્ડીયન સોશિયોલોજીસ્ટ' અખબાર કોણે શરૂ કર્યું હતું?
     -       શ્યામજીકૃષ્ણ વર્મા
 વિશ્વ સામાન્ય જ્ઞાન
 
19.       ભારતની સૌપ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી?
     -       કસ્તુરભાઈ લાલભાઈ

20.       હિન્દી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું?
     -       હરીલાલ જરીવાલા
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન      વિશ્વ સામાન્ય જ્ઞાન       ભારત વિશેનું સામાન્ય જ્ઞાન