Friday, 1 May 2015

ગુજરાત - by gk in gujarati૧.      ગુજરાત રાજયની સ્થાપના ક્યારે થઇ?
    -  ૧ મેં ૧૯૬૦     
    
૨.      ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા?
    -  રવિશંકર મહારાજ

૩.      ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
    -  ડો. જીવરામ મહેતા

૪.      ગુજરાતમાં પ્રથમ સ્ત્રી – પ્રધાન કોણ હતું?
    -  ઇન્દુમતીબેન શેઠ

૫.      ગુજરાતના કયા મુખ્યમંત્રીનો શાસનકાળ સૌથી ઓછો છે?
    -  દિલીપભાઈ પરીખ

૬.      ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું?
    -  બળવંતરાય મહેતા

૭.      ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે?
    -  પાકિસ્તાન

૮.      ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ? 
    -  વિદ્યાગૌરી નીલકંઠ

૯.      ગુજરાત રાજયની સ્થાપના પછી તુરંત કયું શહેર પાટનગર બન્યું?
    -  અમદાવાદ

૧૦.    ગુજરાતનું પાટનગર હાલમાં કયું છે?
    -  ગાંધીનગર

૧૧.    ગુજરાત ભારતની કઈ દિશાએ આવેલું છે?
    -  પશ્ચિમ

૧૨.    કયા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રેરક હતા? 
    -  અરવિંદ ઘોષ

૧૩.    ગુજરાત રાજ્યનું ઉત્તર-દક્ષિણ અંતર કેટલું છે?
    -  ૫૯૦ કિમી

૧૪.    ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે?
    -  અમદાવાદ

૧૫.    ગુજરાત રાજયમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે? 
    -  દાહોદ

૧૬.    ભારતના કયા રાજયમાં સૌથી વધુ દરીયાકીનારો આવેલો છે?
    -  ગુજરાત

૧૭.    ગુજરાત ભૂમિમાર્ગ અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલ છે?
    - 

૧૮.    ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કોને કરી?
    -  શંકરસિંહ વાઘેલા

૧૯.    ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવે છે?
    -  અમદાવાદ

૨૦.    ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે?
    -  ૧૯૬૦૨૪ ચો.કિમી

૨૧.    ગુજરાતનો અશોક એટલે કોણ?
    -  કુમારપાળ

૨૨.    મહાગુજરાતની ચળવળના પ્રણેતા કોણ હતું?
    -  ઇન્દુલાલ યાજ્ઞિક

૨૩.    જય જય ગરવી ગુજરાત – કાવ્ય રચના કોની છે? 
    -  કવિ નર્મદ

૨૪.    હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો? 
    -  ઈ.સ.પૂર્વે ૨૪૦૦ માં

૨૫.    ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટેનું જાણીતું સ્થળ કયું છે? 
    -  સિદ્ધપુર


No comments:

Post a Comment