1. ગુજરાતના ઈતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી, મહાજન અને ધર્મપ્રેમી જગડુશા કયાંના વતની હતા ?
- કચ્છ
2. હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે?
- સિદ્ધહેમશબ્દાનુશાસન
3. કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?
- પોરબંદર
4. ગુજરાતના કયા મેળામાં દૂધાળા પશુઓનું ખરીદ-વેચાણ થાય છે?
- વૌઠાનો મેળો
5. ગુજરાત કેટલો લાંબો દરિયાકિનારો ધરાવે છે?
- ૧૬૬૦ કિમી
6. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?
- રવિશંકર રાવળ
7. કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ?
- વઢવાણ
8. ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું?
- વસ્તુપાલ-તેજપાલ
9. ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો?
- સોલંકીકાળ
10. ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ?
- ખેડબ્રહ્મા
Wednesday, 19 November 2014
ગુજરાત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment