Monday, 10 November 2014

ઓફિસમાં છોડ રાખવાથી કર્મીઓની કાર્યક્ષમતા વધે છે.

એક સંસોધન મુજબ, ઓફિસમાં છોડ રાખવાથી કર્મચારીઓની કાર્ય અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. પોતાના અભ્યાસમાં મનોવૈજ્ઞાનિકોને જાણવા મણ્યું કે ઓફિસમાં લીલોતરી હોય તો કર્મચારીઓની ઉત્પાદન ક્ષમતામાં ૧૫% જેટલી વૃદ્ધિ થાય છે, એટલું જ નહી તેનાથી સ્ટાફના ધ્યાન અને સંતોષમાં પણ વધારો થાય છે અને ઓફિસના વાતાવરણની ગુણવતા પણ સુધરે છે. વનસ્પતિ હવામાં રહેલું પ્રદુષણ, ધૂળના રજકણો અને જીવજન્તુઓને પોતાનામાં સમાવી લેતી હોવાથી આમ મને બને છે.